લેખિકા- દર્શના પટેલ ( નેશનલ એથ્લિટ) અમદાવાદ
મેજર ધ્યાનચંદસિંહ નો જન્મ 29 ઓગસ્ટ 1905 માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. રાજપુત પરિવારમાં સોમેશ્વર સિંહ તેમના પિતા બ્રિટિશ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પણ હોકી રમતા હતા પિતા આર્મીમાં હતા તેથી વારંવાર બદલી થવાથી ધ્યાનચંદ નું ભણવામાં ઠેકાણું પડ્યું નહીં અને ધોરણ છ પછી ધ્યાનચંદ અભ્યાસ છોડી દીધો હતો. ભારતીય હોકીના ઉજ્જવળ ઇતિહાસના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે આમ તો તેમણે જે સફળતા મેળવી તે ભારતના ગુલામીકાળમાં હતું .પરંતુ ભારતીયોના કૌશલ્યને દુનિયા જાણતી ન હતી ત્યારે અંગ્રેજ સરકાર નહીં પણ ભારતીય નું નામ રોશન કર્યું હતું. વિઝાર્ડ ઓફ હોકી તરીકે ફેમસ ધ્યાનચંદ વિશે જાણીએ તો પ્રબળ સાહસ હોય તો અભાવ ખાસ નડતા નથી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ સેન્ટર ફોરવર્ડ માં રમતા એ જ્યારે ગોલ કરતા ત્યારે સામેના ખેલાડીઓ લાચાર બની જતા. હોકી આમ તો ટીમ વર્કની રમત છે પરંતુ મેજર ધ્યાનચંદ એકલા જ સામેની ટીમોનો પરાજય કરી નાખતા એટલે ધ્યાનચંદના યુગને ભારતીય હોકીનો સુવર્ણ કાર્ડ ગણવામાં આવે છે. સ્ફૂર્તિ થી દોડીને ગોલ કરવાનો અદ્ધભુત પાવર હતો. હોકીમાં ધ્યાનચંદ જેવા ખેલાડી વિશ્વમાં આજ સુધી થયા નથી ક્રિકેટમાં જે સ્થાન ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં મરાડોના નું છે તેવું સ્થાન હોકીમાં મેજર ધ્યાનચંદનું છે.
ધ્યાનચંદ બાળપણમાં લીમડાના લાકડામાંથી હોકી બનાવતા હતા. અને જુના કપડામાંથી બોલ બનાવતા હતા. 15 વર્ષની ઉંમરે ધ્યાનચંદ સેનામાં જોડાયા અને તેમને સારી રીતે હોકી રમવાનું શરૂ કર્યું. સુબેદાર ભોલે તિવારી એ એમને માર્ગદર્શન આપ્યું અને તેમનું ઉપનામ ધ્યાનસિંહની જગ્યા એ ધ્યાનચંદ રાખ્યું. એમના ગુરુએ એમને કહ્યું હતું કે એક દિવસ એ આખી દુનિયામાં ચાંદની જેમ ચમકશે. એટલે લોકો એમને ધ્યાન સિંહની જગ્યાએ ધ્યાનચંદ તરીકે ઓળખવા લાગ્યા .નાની મોટી રમતો રમીને એમને આગવી ઓળખ બનાવી અને એમને હોકીના વિઝાડ તરીકે પણ લોકો ઓળખવા લાગ્યા. ધીમે ધીમે ધ્યાનચંદ નેશનલ અને ઇન્ટરનેશનલમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી . ઓલમ્પિક માં પહેલીવાર ગોલ્ડ મેડલ 1928 માં એમસ્ટર્ડમ ઓલમ્પિક માં જીત્યો અને બીજો ગોલ્ડ મેડલ 1932 માં લોસ એન્જેલસ અને ત્રીજો ગોલ્ડ મેડલ 1936 માં બર્લિન ઓલમ્પિકમાં અપાવ્યો. જર્મની સામે ફાઇનલ રમતા ધ્યાનચંદ એ ખુલ્લા પગે હોકી રમીને ત્રીજો ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો સતત ત્રણ ઓલમ્પિક માં ધ્યાનચંદે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
ધ્યાનચંદની પ્રતિભા જોઈને હિટલરે જર્મન સૈન્ય માં ધ્યાનચંદને ઉચ્ચ પદની ઓફર કરી હતી . ધ્યાનચંદ ને ભારત માટે ખૂબ જ પ્રેમ હતો તેમણે નમ્રતાથી આ ઓફર નો અસ્વીકાર કર્યો તેમણે 1948 સુધી હોકી રમવાનું ચાલુ રાખ્યું ત્યાર પછી તેમણે 42 વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ પછી પણ તેઓ સેનામાં હોકી રમવાનું ચાલુ રાખ્યું હતું અને છેક 1956 સુધી પોતે હોકી રમતા હતા .1956માં ધ્યાનચંદને ભારતના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણ થી નવાજવામાં આવ્યા. તેમના જન્મદિવસે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે આખા ભારતમાં રમતગમતની ઉજવણી કરવામાં આવે છે. ધ્યાનચંદ ની યાદમાં ટપાલ ટિકિટ પણ શરૂ કરવામાં આવી હતી. ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ દિલ્હીમાં બનાવવામાં આવ્યું. ધ્યાનચંદ પુરસ્કારમાં પહેલા પાંચ લાખનું પુરસ્કાર આપવામાં આવતું હતું. ત્યારબાદ દસ લાખ કરવામાં આવ્યું. ખેલ મંત્રી દ્વારા દર 10 વર્ષે પુરસ્કારમાં સુધારો કરવામાં આવે છે. ધ્યાનચંદ પોતાને સારા ખેલાડી અને સારા નાગરિક સાબિત કર્યા હતા અને ત્યારબાદ એમણે પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો .પરંતુ ધ્યાનચંદને ભારત રત્ન પુરસ્કાર મળે એ માટે માંગ કરવામાં આવી છે. ભારતના સર્વોચ્ચ પુરસ્કારની વાત કરીએ તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.
રક્ષાબંધનના 2 દિવસ મહિલાઓને બસમાં એકપણ રૂપિયો ટિકિટ નહીં આપવાની, આ સરકારે બહેનેનો આપી મોટી રાહત
કાગડોળે વરસાદની રાહ જોતા ગુજરાતીઓને અંબાલાલે જલસો કરાવી દીધો, જાણી લો ક્યારે મેઘરાજા ધબધબાટી બોલાવશે
નેશનલ રમત ગમતના દિવસે રાષ્ટ્રપતિ ના રમતગમત સંબંધિત પુરસ્કાર એનાયત કરવામાં આવે છે જેમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અર્જુન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. સૌથી મોટા પુરસ્કાર એ મેજર ધ્યાનચંદ ખેલજ ગતનો એવોર્ડ છે જે વર્ષ 1991 ,92 માં શરૂ કરવામાં આવ્યો હતો આ એવોર્ડ માં મેડલ, પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર આપવામાં આવે છે. આથી ભારત રત્ન આપીને સન્માન થવું જરૂરી છે એવું તેમના ચાહકો આજે પણ માને છે ધ્યાનચંદ જેવી મહાન વ્યક્તિને ભારત રત્ન મળે તે એવોર્ડની શોભા સમાન છે.