Tata Punch EV ચોથી ઇલેક્ટ્રિક કાર છે જે કંપની દ્વારા ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક એસયુવીને બે અલગ અલગ બેટરી પેક સાથે લોન્ચ કરી છે.તેનું લોંગ રેન્જ વર્ઝન એક ચાર્જમાં 421 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.
દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે તેની ચોથી ઇલેક્ટ્રિક કાર Tata PUNCH ev લોન્ચ કરી છે.કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક એસયુવી, જે બે અલગ-અલગ બેટરી પેક અને બે અલગ-અલગ ડ્રાઇવિંગ પાવરટ્રેન સાથે આવે છે, તે દેશની સૌથી સુરક્ષિત EV છે.
આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ, ટાટા પંચ EVની પ્રારંભિક કિંમત રૂ. 10.99 લાખ નક્કી કરવામાં આવી છે, જે ટોચના વેરિઅન્ટ માટે રૂ. 14.99 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.તેનું સત્તાવાર બુકિંગ શરૂ થઈ ગયું છે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઇટ અને અધિકૃત ડીલરશિપ દ્વારા રૂ. 21,000માં આ ઇલેક્ટ્રિક એસયુવી ખરીદી શકે છે.કંપનીએ આજથી તેની ટેસ્ટ ડ્રાઇવ શરૂ કરી છે અને તેની ડિલિવરી 22 જાન્યુઆરી, 2024થી શરૂ થશે.