WhatsApp લાવ્યું જોરદાર મોજ આવે એવું ફીચર, હવે ઈન્ટરનેટ નહીં હોય તો પણ કરી શકશો ચેટિંગ, જાણો કઈ રીતે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

વોટ્સએપે ઈન્ટરનેટ બ્લોક થવા પર પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ કરવાની સુવિધા શરૂ કરી છે. 5 જાન્યુઆરીએ કંપનીએ ટ્વીટ કરીને આ ફીચર વિશે જાણકારી આપી હતી. ચાલો વિગતે જાણીએ. વોટ્સએપમાં એક નવું ફીચર દાખલ કરવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર્સ ઇન્ટરનેટ કનેક્શન ન હોવા પર પણ ચેટ કરી શકશે. કંપનીએ આ ફીચર વિશે 5 જાન્યુઆરીએ જાણકારી ટ્વીટ કરીને માહિતી આપી. કંપનીએ નેટ ટ્વીટમાં લખ્યું છે કે તે યુઝર્સના ફ્રી અને પ્રાઈવેટ કોમ્યુનિકેશનના અધિકાર આપશે.

વોટ્સએપ યુઝર્સ માટે ઉપયોગી ફીચર

પ્રોક્સી સર્વર્સ સાથે કનેક્ટ કરવાની સુવિધાને રોલઆઉટ કરી છે. વ્હોટ્સએપ મુજબ વપરાશકર્તાની ગોપનીયતા જાળવવા માટે પ્રોક્સી સર્વર દ્વારા આપ લે થયેલા સંદેશાઓ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

ઈરાનમાં થઈ રહેલા માનવાધિકાર હનનને જોતા વોટ્સએપે વૈશ્વિક સમુદાયને ઈરાનના લોકોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. ઈરાનના લોકો કોઈપણ અવરોધ વિના જોડાયેલા રાખવ આ મોટુ પગલુ બની શકે છે.

ઇન્ટરનેટ વિના પણ થશે ચેટિંગ

કંપનીએ વધુમાં જણાવ્યું કે, ઈન્ટરનેટ બંધ થવાના કારણે યુઝર્સ WhatsApp સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી છે, તેઓ વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓના સર્વરનો ઉપયોગ કરીને જોડાયેલા રહી શકે છે. પ્રોક્સી સર્વર્સ મફત સંચાર દ્વારા અન્ય લોકોને મદદ કરવા માટે રચાયેલ છે. વોટ્સએપે લખ્યું કે જો તમારા દેશમાં વોટ્સએપ બ્લોક છે, તો તમે મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે પ્રોક્સીનો ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે પ્રોક્સી સર્વરથી મોકલવામાં આવતા મેસેજ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

કંપનીએ પ્રોક્સી માટે લિંક કરી શેર

વોટ્સએપે તેમના મિત્રો અને પરિવારને મદદ કરવા માંગતા વપરાશકર્તાઓ માટે પ્રોક્સી બનાવવા માટે એક લિંક પણ શેર કરી છે.

કંપનીએ કહ્યું કે વોટ્સએપ વિશ્વનું છે. ખાનગી રીતે જોડાવા માટે છે અને આશા છે કે આ સોલ્યુશન વિશ્વભરના વપરાશકર્તાઓને મદદ કરશે જ્યારે ઇન્ટરનેટ શટડાઉન વપરાશકર્તાઓને તેમના મિત્રો અને પરિવાર સાથે સંપર્ક ગુમાવવાની ફરજ પાડે છે, કનેક્ટ કરવામાં મુશ્કેલી આવે છે.


Share this Article