નિયમો તોડવા બદલ WhatsApp બંધ કરશે 29 લાખ એકાઉન્ટ, લિસ્ટ પણ તૈયાર છે, શું તમે આવી ભૂલ નથી કરી ને?

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગયા મહિને યુઝર સેફ્ટી મંથલી રિપોર્ટ જાહેર કરતા વોટ્સએપ લગભગ 29 લાખ 18 હજાર ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે લગભગ 10,29,000 એકાઉન્ટ્સ એવા હતા કે જેઓ ભારત સરકાર અને વોટ્સએપની નીતિ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાને કારણે કંપનીએ કોઈપણ રિપોર્ટ વિના બંધ કરી દીધા હતા. જો તમે પણ ખોટા કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો મેટા તમારા એકાઉન્ટ પર પણ કાર્યવાહી કરી શકે છે.

WhatsApp બંધ કરશે 29 લાખ એકાઉન્ટ

દર મહિને વોટ્સએપ યુઝર્સ અનેક એકાઉન્ટની જાણ કરે છે, ત્યારબાદ વોટ્સએપ તેમની સમીક્ષા કરે છે અને જો સાચું જણાય તો તે એકાઉન્ટને કાયમી ધોરણે બ્લોક અથવા બંધ કરી દે છે. વોટ્સએપ આવા પગલાં ભરે છે જેથી પ્લેટફોર્મને યુઝર્સ માટે સુરક્ષિત બનાવી શકાય. દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.

ટૂંક સમયમાં યુઝર્સને આ વિકલ્પ મળશે

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વોટ્સએપે દેશમાં 36 લાખથી વધુ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. જાન્યુઆરીમાં, વોટ્સએપને અલગ-અલગ એકાઉન્ટ્સ અંગે લગભગ 1,461 ફરિયાદો મળી હતી જેમાંથી 1,337 વપરાશકર્તાઓ દ્વારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરવામાં આવી હતી જ્યારે અન્ય લોકો પર આધાર અને સલામતી અંગે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

બાપો બાપો: હિડનબર્ગનું મોંઢુ ચડી જશે, અદાણીએ જોરદાર કમબેક કર્યું, એક જ દિવસમાં કરી રૂ. 3,30,32,32,00,000ની કમાણી

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી, આ વિસ્તારમાં મેઘો ખાબકશે, અંબાલાલ પટેલના અનુમાનથી ચારેકોર હાહાકાર

બાપ રે: મુકેશ અંબાણી, ધરમેન્દ્ર અને બચ્ચનના ઘરને રાતોરાત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સેલેબ્રિટી સહિત પોલીસની ઉંઘ હરામ

WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ લોકો સ્ટેટસની જાણ કરી શકશે. નવા ફીચર પછી જો તમને કોઈનું સ્ટેટસ સાચુ નથી લાગતું અથવા સામેની વ્યક્તિએ ખોટું કન્ટેન્ટ પોસ્ટ કર્યું છે તો તમે તરત જ તેના વિશે WhatsApp પર ફરિયાદ કરી શકો છો. આ પછી સમીક્ષા પર WhatsApp તેને તરત જ દૂર કરશે. આ સિવાય ટૂંક સમયમાં યુઝર્સને સ્ટેટસ પર વોઈસ નોટ મૂકવાની સુવિધા પણ મળશે.


Share this Article