ICC Champions Trophy 2025 Schedule : આઇસીસી શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી માટેના ‘હાઈબ્રિડ મોડલ’ને આખરી ઓપ આપે તેવી શક્યતા છે. તારીખ 14મી ડિસેમ્બરને શનિવારે મિટિંગ બોલાવવાની છે, જેમાં આઇસીસીના નવા ચેરમેન વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાશે. તાજેતરમાં જ એક નવું અપડેટ સામે આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ પાકિસ્તાનનું હાઈબ્રિડ મોડલ સ્વીકારવા તૈયાર છે, જે અંતર્ગત વર્ષ 2027 સુધી ભારતમાં યોજાનારી આઇસીસીની દરેક ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનનું આયોજન ‘તટસ્થ સ્થળ’ (દુબઈ)માં કરવામાં આવશે.
આઈસીસીના એક સૂત્રએ ટી.ઓ.આઈ. ને ટાંકીને જણાવ્યું છે કે શનિવારે મળેલી બેઠક બાદ ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ અને સમયપત્રકની ઘોષણા થઈ શકે છે. સૂત્રએ કહ્યું, “આઈસીસીની બેઠક બાદ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ અને સ્થળની જાહેરાત શક્ય છે. 5 ડિસેમ્બરે યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, હાઈબ્રિડ મોડલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે બેસ્ટ ઓપ્શન લાગી રહ્યું છે. હવે આઇસીસી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ માગને મંજૂરી આપી શકે છે. આથી ભારત અને પાકિસ્તાન 2027 સુધી કોઈ પણ મેચ માટે એકબીજાની યજમાની નહીં કરે.
કારણ કે સુરક્ષાના કારણોસર ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. તે પછી પીસીબીએ હાઇબ્રિડ મોડલ સ્વીકારવાના બદલામાં નાણાંકીય વળતરની માગણી કરી હતી. હવે તાજેતરના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, આઇસીસી પાકિસ્તાનની આર્થિક વળતરની માગને સ્વીકારવાની તરફેણમાં નથી. પણ હાઈબ્રિડ મોડલને સ્વીકારવા માટેની ભેટ તરીકે પાકિસ્તાનને આઇસીસીની અન્ય ઈવેન્ટની યજમાની સોંપવામાં આવી શકે છે.
સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ, MCX પર ભાવ ઘટ્યા; પરંતુ બજારમાં ખરીદી મોંઘી થશે
‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શા માટે હૈદરાબાદ પોલીસે તેને પકડ્યો
વર્ષ 2027 સુધી યોજાનાર આઈસીસી ઈવેન્ટ્સની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા ટી20 વર્લ્ડ કપ 2026ની સહ-મેજબાની કરવા જઈ રહ્યા છે. જો આઇસીસી પાકિસ્તાનની આ માગને સ્વીકારી લેશે તો આ વર્લ્ડ કપમાં પાક ટીમ ‘હાઈબ્રિડ’ મોડલ હેઠળ ભારતમાં તેમની મેચો નહિ રમે.