Bhavnagar: ગુજરાતમાં પેપર ફૂટવું એ કોઈ નવું નથી, કારણ કે લગભગ અત્યાર સુધીમાં 14 જેટલા પેપરો ફૂટ્યા છે. ત્યારે હાલમાં જ 1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું અને જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોએ કરેલી રાત દિવસની મહેનત પર પાણી ફરી ગયું હતું, જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે એ ખરેખર આખા ગુજરાતને હચમચાવી નાખે એવા છે. કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં નાસીપાસ થઈને ભાવનગરના ઘોઘાની યુવતી પાયલે ઝેરી દવા પીધી અમે જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી પ્રમાણે હાથબ ગામમાં યુવતીએ પેપર ફૂટતા ઝેરી દવા પીધી હતી. જે યુવતીનું 13 દિવસ બાદ સારવાર દરમિયાન જ મોત થયું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવતા આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીવારને 25 લાખની સહાયની માંગ પણ કરવામાં આવી છે. તેમજ જવાબદાર આરોપી વિરુદ્ધ કડક સજા કરો એવી પણ માંગણી કરાઈ છે. જો કે બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે.
તો વળી આ મામલે MLA ધવલસિંહ ઝાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે, ભાવનગરના ઘોઘા તાલુકામાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થવાના કારણે 21 વર્ષીય યુવતીએ 13 દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી. 13 દિવસથી આ યુવતી મોત સામે જજૂમી હતી જેમનું આજે દુ:ખ અવસાન થયું છે જેથી મને ખૂબ દુ:ખ થયુ છે.
ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
આ યુવતીનો પરિવાર જ્યારે દુ:ખી થઈ રહ્યો હોય ત્યારે આ ચમરબંધીઓ જેમણે પેપરલીક કર્યું છે તેમને કડક સજા માટે અપીલ કરૂ છું અને મુખ્યમંત્રીને વિનંતી છે કે, આપણે તે પરિવારને સાંત્વના આપી શકીશું પરંતુ દુ:ખમાં ભાગીદાર થઈ શકશું નહી. સાથે જ તેમણે પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવા માટે પણ મુખ્યમંત્રીને અપીલ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારના પેટનું પણ હલે છે કે કેમ?