વિદેશમાં આ વસ્તુઓ પર છે પ્રતિબંધ પણ ભારતમાં ધૂમ વેચાય છે! જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
આપણે દરરોજ એવી ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ જે સ્વાદમાં સારી લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે. એવી 5 મુખ્ય વસ્તુઓ છે જે વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધિત છે પણ ભારતમાં તેનું સેવન ખુલ્લેઆમ થાય છે.
પોટેશિયમ બ્રોમેટ યુક્ત બ્રેડ
ભારતમાં મળતી મોટાભાગની પ્રોસેસ્ડ વાઈટ બ્રેડ અને પાવમાં પોટેશિયમ બ્રોમેટ (Potassium Bromate) નો ઉપયોગ થાય છે જેથી બ્રેડ સોફ્ટ બને. યુરોપિયન યુનિયન, યુકે અને કેનેડામાં તેના પર પ્રતિબંધ છે કારણ કે તે કેન્સર અને થાઈરોઈડની સમસ્યા નોતરી શકે છે.
એનર્જી ડ્રિંક્સ
કેફીન અને શુગરનું ઊંચું પ્રમાણ ધરાવતા એનર્જી ડ્રિંક્સ ભારતના યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, ડેનમાર્ક, નોર્વે અને લિથુઆનિયા જેવા દેશોમાં તેના પર સખત નિયંત્રણો કે પ્રતિબંધ છે, કારણ કે તે હૃદયના ધબકારા વધારી શકે છે અને બ્લડ પ્રેશરમાં અચાનક વધારો કરે છે.
કાચું દૂધ
ભારતમાં સીધું પશુઓ પાસેથી મેળવેલું કાચું દૂધ ઉકાળ્યા વિના કે પશ્ચ્યુરાઈઝ કર્યા વિના વાપરવાનો રિવાજ છે. કેનેડા અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં કાચા દૂધનું વેચાણ ગેરકાયદેસર છે કારણ કે તેમાં ઈ-કોલાઈ (E. Coli) અને સાલ્મોનેલા જેવા જોખમી બેક્ટેરિયા હોઈ શકે છે.
ચોક્કસ પેઇનકિલર્સ – પેરાસિટામોલ કોમ્બિનેશન
ભારતમાં ઓવર-ધ-કાઉન્ટર (વિના પ્રિસ્ક્રિપ્શને) મળતી કેટલીક પેઇનકિલર્સ જેમ કે ડિસ્પ્રીન કે કેટલાક પેરાસિટામોલ કોમ્બિનેશન અમેરિકા અને યુરોપના દેશોમાં નુકસાનકારક આડઅસરો (જેમ કે લીવરને નુકસાન) ને કારણે પ્રતિબંધિત અથવા સખત પ્રિસ્ક્રિપ્શન હેઠળ છે.
કૃત્રિમ રંગ ધરાવતી સ્વીટ્સ અને કેન્ડી
ભારતમાં મીઠાઈઓ અને કેન્ડીઝને આકર્ષક બનાવવા માટે કૃત્રિમ ફૂડ કલર્સ (જેમ કે ટાર્ટ્રાઝીન, એરિથ્રોસિન) નો ઉપયોગ થાય છે. યુરોપના ઘણા દેશોમાં આ કલર્સ બાળકોમાં હાઈપરએક્ટિવિટી અને એલર્જી પેદા કરતા હોવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.













