ગાયત્રી સોની
અબોલામાં ઘણી વાતો પડી રહે છે
છેવટે એક મુલાકાત બાકી રહે છે,
ગેરસમજણના પ્રવાહમાં વહી ગયા,
જેમા હાલ પણ સવાલો બાકી રહે છે,
તારા વ્હાલની કેડી માં જ વ્યસ્ત છું,
પણ એ ભૂલ ની ઝાંખી બાકી રહે છે,
હું જાણું છું પણ કહી નથી શકતી,
ને મારા અસંખ્ય જવાબો બાકી રહે છે,
ઉમળકા સાથે તન માં જ મૌન છું,
માત્ર નજરમાં તારી નમી જ બાકી રહે છે.