મળતા નથી શબ્દો ક્યાંક ખોવાઈ ગયા છે,
હ્રદયમાં શબ્દની મશાલ સળગતી રહે છે,
સ્વપ્નસૃષ્ટિમાં કેદ હજારો સપનાઓ કર્યા છે,
કાળી અંધારી રાતમાં ભાવના ભડકતી રહે છે,
એકાંતમાં અશ્રુધાર ખુદને થોડીક આઝાદ કરે છે,
પ્રણય ખુલ્લોને એકાંતે હવસ ખડકલો કરે છે,
વહેતા વહેણમાં લાગણીઓ પણ વહી રહી છે,
તીક્ષ્ણ ઘાવો અંગો પર છતાં લાગણી લથડતી રહે છે,
જે દોરનું મુકાન નક્કી નથી ત્યાં તણાઈ જાવ છું,
ગાયું જ્ઞાત નથી એ મુકામ પર ભાવના છટકતી રહે છે.
- ગાયત્રી સોની