ભાવેશ બામ્ભનિયા, “અંતરમન.”
હાથ પર હાથ ધરી આમ ક્યાં સુધી બેસી રહેશું,
ભાવિ પર ઉગમતા હાથ હવે ક્યાં સુધી જોઈ રહેશું.
રક્ષકો મંડાયા છે કેવળ સ્વયંનો રોટલો શેકવા,
શાંતિ જારીને જુઠાણા ક્યાં સુધી સૂનતા રહેશું.
મગતરાઓ ખોવાયા છે પ્રતિષ્ઠાના પારિતોષિક લેવા,
ભક્ષણની આગ ભભૂકતી હવે ક્યાં સુધી સહેતા રહેશું.
રાજગાદી પર પેસવા કેવળ અંગુઠો જ કાફી છે ભાઈઓ/બહેનો!
મોકાણની રાહમાં તાપતા આપણે ન્યાય ખરો ક્યારે મેળવી શકીશું.
ગરીબોય ગડથલિયા ખાય છે ગરીબીને જ દ્વારે,
ખુલ્લે આમ વિદ્યા હણાય છે ભાવેશ આમ ક્યાં સુધી બળતા રહેશું..