હેતલ જાની,”હેત” ( શમણાં ભર્યું વ્યોમ):
સોનેરી સૂરજના તડકામાં, સંધ્યાના રંગ ભળી ગયા. મુક્ત ગગને વિહરતા પંખી અસ્તાચળે પાછા વળી ગયા.
આથમવું અને ઊગવું છે ક્રમ કુદરતનો છતાંય, આથમતી ઘડીએ કેમ સૌની આંખે અશ્રુ દડી રહ્યા!
વિહરતા વિહગને જોઈ પૂછવાનું મન થાય મને, કોના તે મિલન કાજે ગગન ક્ષિતિજે નમી રહ્યા!
શું છે ક્ષિતિજની પેલે પાર કોઈના જાણી શક્યુ, છતાંય જાણવાની આશ માં કેવા આ દલડા તરસી રહ્યા.
ન જાણે કેમ સુરજ પણ શરમાઈ ને લાલ થઇ ગયો, શું એના શમણાં પણ કોઈ ને પામવા હરખી રહ્યા!
હે પંખી, જો તને દેખાય પ્રભુ, તો પૂછજે એને! કોના વિરહમાં ઝૂરી ને એના નયનોવરસાદ બનીનેવરસી રહ્યા!