હેતલ જાની,”હેત”(આણંદ)
ના વહેવા દો…
લાગણીઓ તમારી મૂડી છે મિત્રો,
એને તમારા માં જ સીમિત રહેવા દો.
દુનિયા છે ભલે દુશ્મન,ન ગભરાશો,
દુનિયા ને જે કહેવું હોય…કહેવા દો.
જેટલું સહેશો જાતે નિખરશો એટલા,
મક્કમ રાખી મન ને મળે એટલું સહેવા દો.
શા માટે બતાવવી દુનિયાને કમજોરી તમારી?
અરે,કમજોરી ને તમારી તાકાત બનવા દો.
સમુદ્ર છે નિંદાઓનો,ટીકાઓનો,
’ને રણ છે આક્ષેપો નો આ સમાજ,
સમાજ સામે પત્થર બનો,
ખુદ ને કદી પીગળવા ન દો.
જેટલા પામર થાશો મળશે પછડાટ એટલો જ,
મોંઘેરુ જીવન છે એને એમ પછડાવા ન દો.
તમારા જ ડૂબાડશે તમને લાગણીઓ ને વીંધી ને,
એટ્લે જ લાગણીઓ ને ક્યાય વહેવા ન દો.