અવનીની નજર ની સામે જ ઊછળતી-કૂદતી એકની એક ફૂલની કળી જેવી માસૂમ દીકરીને, બાઇકની ટક્કર મારી બ્રેઈનડેડ કરી નાસી જનાર ‘રાક્ષસ” આખરે મળ્યો. પણ ભરી અદાલતમાં “હું એને ઓળખતી નથી”એમ કહીને અવનીએ તેને નિર્દોષ સાબિત કરી દીધો. દર્દ અને ગુસ્સાથી પાગલ બનેલા સમીરે જ્યારે અવનીને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેણે હૈયાફાટ રુદન કરતાં કરતાં વ્હીલચેર પર લાચાર અવસ્થામાં એકલી બેઠેલી “પેરેલાઇઝ્ડ વિધવા” સામે આંગળી ચીંધી. જેનો 19 વર્ષનો દીકરો “માં” માટે “મૃત્યુંજય” બનવા ની લ્હાયમાં પુરપાટ ઝડપથી બાઇક ભગાવી દવા લઈ, હોસ્પિટલ જતાં જતાં એની નાનકડી દીકરી માટે “યમરાજ” બની ગયો હતો.
“ફોરમ”