શિર્ષક: “ચહેરા પરના મહોરા”
નીના…’નિજ’.. અમદાવાદ
કરે છે કેવી કમાલ જુઓ તો!
છુપાવી કરમ ઉપજાવે ભરમ,
ધર્મના નામે લડાવી પ્રજાને,
મૂર્ખ બનાવી રાજ કરતાં.
આ ચહેરા પરના મહોરા.
સાધુ થઈને લુંટતા જગને,
બેફામ ખુલ્લેઆમ ફરતાં,
મુખમેં રામ બગલમાં છુરી,
માનવ નામે હેવાન થૈ વિચારતા,
આ ચહેરા પરના મહોરા.
ઊલ્ટી ગંગા વહેતી કળિયુગમાં,
પાખંડીઓ દુનિયામાં મોજ કરતાં,
કહેતા,નારીને લક્ષ્મી,નારાયણી,
એનું આજીવન શોષણ કરતાં.
આ ચહેરા પરના મહોરા.
હરતાં ફરતાં થઈને માણસ?
માણસાઈને લજ્જીત કરતાં,
આચરી પાપ,જઈ મંદિરમાં,
ભગવાનને પણ છેતરતાં,
આ ચહેરા પરના મહોરા.
લેપાયા એવા પાપ,લાલચના રંગે,
ખોવાયા,ભરમાયા ઘણાં બુરા સંગે,
ભૂલી ગયા સૌ, અસલી ચહેરા,
એવા સજ્જડ છે આ મહોરા,
આ ચહેરે પરના મહોરા.
ભીતરનો આતમ કદી જો જાગે ,
છૂટે પાપ આડંબરના પહેરા,તો
પામે સૌ,’નિજ’ના નિર્મળ ચહેરા,
કરે છે પછી કેવી કમાલ,જુઓ તો,
આ ચહેરા પરના મહોરા.