કરું દીવો, સિતારાને દગો થાશે,
પછી આખા, મિનારાને દગો થાશે.
કહો સઘળું, શબ્દોમાં તો મજા શી છે?
વદે આંખો, ઇશારાને દગો થાશે.
રહેવા દે, જરી બળતી અંગીઠીને,
થશે ભડકો, તિખારાને દગો થાશે.
ગરજવા દે, હૃદયના શાંત સાગરને,
ઉછળશે તો, કિનારાને દગો થાશે.
જવા દે, આજના રોકીશ તું ‘રંજન’,
તુમાખી ખ્વાબ છે, આરાને દગો થાશે.
દક્ષા રંજન
અમદાવાદ.