ગુજરાત રાજ્યમાં નાના-મોટા મોલનું નિર્માણ કરવામાં આવે છે. વિકાસના ભાગ રૂપે કોઈ પણ ઉદ્યોગપતિ કે બિલ્ડર આવા મોલના નિર્માણ કરે તે આવકાર દાયક બાબત પણ ગણાવી જોઈએ કારણકે આવા મોલના કારણએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યુવાનોને રોજગારી પણ મળે છે પરંતુ સાથે સાથે આવા મોલનું નિર્માણ થાય ત્યારે સ્વાભાવિક છે કે દરરોજ હજારો લોકોની અવર-જવર થતી હોય છે, આથી મોલની મુલાકાત લેનાર નાગરિકોની સલામતી અને સગવડ મુખ્ય બાબત બને છે. સરકાર પણ આવા મોલના નિર્માણ સંદર્ભે તેમની ડિઝાઇન, તેમના બાંધકામ, ફાયર સેફટી વિગેરે બાબતે સખત અને પ્રજાલક્ષી નિયમો અને કાનુનો બનાવેલા હોયજ છે, આમ સરકારની તો પ્રજાના રક્ષણ માટેની દાનત શુદ્ધજ હોય છે પરંતુ કેટલીક વાર કેટલાક કિસ્સાઓમાં આવા મોલના નિર્માણ કરનાર બિલ્ડરો અને માલિકો કેટલેક અંશે સરકારના નીતિ-નિયમોનો ભંગ કરી આર્થિક બચત કરવાની વૃત્તિ દર્શાવતા હોય છે પરંતુ પછી ઘણી વાર મોટી જાનહાનિ પણ સર્જાતી હોય છે. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના અને અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં આગના બનાવો સહિત ઘણા બધા બિલ્ડીંગોમાં બાંધકામમાંના નિયમોનો ભંગ કરેલ હોવાથી આવા બનાવો બને છે.
તાજેતરમાજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં “પેલેડિયમ” નામનો એક મોલ બનેલ છે. આ મોલના બાંધકામ અને ડિઝાઇનમાં કેટલીક ક્ષતિઓ ઈરાદા પૂર્વક રાખવામાં હોય તેવી પૂરી સંભાવના છે. આની પાછળનો મૂળ હેતુ આર્થિક બચત કરવાનો હોય શકે છે. મૂળભૂત રીતે તો અમદાવાદ મ્યુનીસીપાલ કોર્પોરેશન ના અધિકારીઓ, ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ અને બીજા સબંધિત વિભાગોના અધિકારીઓની મિલી ભગતથી કેટલીક ક્ષતિઓ મોલમાં રહી ગયેલ છે જે અંગે સબંધિત વિભાગો ને જાગૃત નાગરિકે ફરિયાદ કરેલ હોવાનું આધારભૂત રિતે જાણવા મળેલ છે. જેનું નિર્માણ એસ. જી. એચ રિયાલીટી(ફોનેક્ષ ગ્રુપ, મુંબઈ ) અને બી-સફલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. ગંભીર બાબત તો એ છે આટલા મોટા મોલનું નિર્માણ થતું હોય ત્યારે નિયમ મુજબ સબંધિત વિભાગોના અધિકારીઓએ નિયમિત પણે રૂબરૂ ચેકિંગ કરી ડિઝાઇન મુજબ બાંધકામ થાય છે કે કેમ તે જોવાની ફરજ હોય છે પરંતુ મિલીભગતના કારણે અધિકારીઓએ ઈરાદા પૂર્વક આંખ આડા કાન કરેલા છે. અલબત્ત જાગૃત નાગરિકે જે વિસ્તૃત ફરિયાદ કરેલી છે તેમાં કેટલી વિગતો સાચી છે અથવા તો અધૂરી છે તે અંગે તો સાચી જાણકારી સરકારના સબંધિત વિભાગોજ આપી શકે.
હવે જો આ વિષે વિસ્તૃત માહિતી જોઈએ તો કોઈ પણ મોલમાં જ્યારે ફૂટ ફોલ વધારવો હોય ત્યારે ત્યાં ખાણી-પીણી ની સગવડ મુખ્ય ભાગ ભજવતી હોય છે, આજ રીતે પેલેડિયમ મોલમાં પણ સૌથી ઉપરના માળે ખાણી-પીણી ની સગવડતા ઊભી કરેલ છે. પરંતુ જ્યારે પણ આ પ્રકારની સગવડતા આપવામાં આવે ત્યારે વધુ પ્રમાણમાં પાર્કિંગ, વધારાની સીડી, વધારાની લિફ્ટ જો ન આપવામાં આવે તો હોનારત થવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ પેલેડિયમ મોલના કિસ્સામાં આ જોગવાઇનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખુબજ મહત્વની બાબત એ છે કે શરૂઆતમાં જે બાંધકામની મંજૂરી માગવામાં આવેલ તે પછીથી બાંધકામ શરૂ કર્યા બાદ અમેન્ડમેન્ટ દ્વારા વધારવા માટે દરખાસ્ત આપવામાં આવેલ જે હજુ મંજૂરી મળેલ નથી,હોય તે જાણમાં નથી. જે અંગેની આંકડાકીય માહિતી હવે પછી રજૂ કરીશું.
આ ઉપરાંત એવી પણ ફરિયાદ થયેલ છે કે જરૂરિયાત અને મોલની ડિઝાઇન પ્રમાણે પાણીની સગવડતા અપૂરતી છે અને કચરા નિકાલની વ્યવસ્થા પણ અપૂરતી છે, તે ફરિયાદ કેટલે અંશે સાચી છે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ચકાસણી થાય તોજ ખબર પડે. આમ પાણીની જરૂરિયાત અને કચરાના સંચાલન સબંધિત બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
મોલના વિસ્તારમાં લગભગ 11.5% નો જે વધારો કરેલ છે તે માટે વધારે મુલાકાતીઓ માટે યોગ્ય સગવડો ઊભી કર્યા સિવાય મોલના નિર્માણને સત્તાધીશોએ મજૂરી આપી દીધેલ છે તે પણ એક રહસ્ય બાબત છે . આવાજ એક બીજા કિસ્સામાં “અમદાવાદ વન” મોલની આજુબાજુ ટ્રાફિકની ઘણી તકલીફ ઊભી થયેલ છે. ખાસ કરીને જાહેર રજાઓમાં પબ્લિકનો ધસારો ખુબજ વધી જતો હોય છે અને જે મોલની આસ-પાસ વસતા રહીશો માટે ખુબજ હાલાકી ઊભી કરે છે. આના કારણએ ખુબ લાંબા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે જે પ્રદૂષણ વધારે છે અને તે વિસ્તારના લોકો માટે ખુબજ નુકસાનદેહ સાબિત થાય છે. તેમના સ્વાસ્થ્ય સબંધી તકલીફો પણ થાય છે. આમ તે સામાજિક રીતે એક ખુબજ મોટું નુકસાન નોતરે છે.
આમ નિર્માણકર્તા બી-સફળ ગ્રુપે રજૂ કરેલ દરખાસ્તનું અધ્યયન અને પૃથ્થકરણ યોગ્ય રીતે થયેલ લ નથી તેવું સમજાય છે.
મોલની ડિઝાઇનમાં ફેરફાર અને ટેકનિકલ ખામીઓ રહી ગયેલ છે અને દેશના બીજા રાજ્યોમાં આવા મોલ અને બિલ્ડીંગોમાં ખામીઑ રહી ગયેલ હોવાને કારણે માનવ જાન હાની અને બીજા પ્રકારના નુક્સાનો થયેલ છે તેની વિગતો હવે બીજા ભાગમાં પ્રકાશિત કરીશું.
સામાન્ય રીતે બાળકોની સ્કૂલો હોય, હોસ્પિટલ હોય અથવા તો હાઇકોર્ટ જેવી અતિસંવેદનશીલ અને તેનું બિલ્ડીંગ આવેલું હોય ત્યાં કેટલાક નોમ્સ રાખવાનાં હોય છે. હવેસં પૂર્ણ ,નીતિ નિયમ મુજબની ડિઝાઇન અને પરવાનગી વગરનો આ મોલ ગમે ત્યારે જાનહનીની થઈ શકે તેમ છે તો નામદાર ગુજરાત હાઇકોર્ટની નજીક અથવા તો નાકનીચેનો આગેરકાયદેસર ડિઝાઇનવાળો મોલ છે. તો શું નામદાર ગુજરાત હાઇકોર્ટ આ મોલ વિરુદ્ધ સુવોમોટો પગલાં ભરશે તેવી ચર્ચા નાગરિકોમા થાય છે. સૂરતમાં ગેરકાનૂની બાંધકામનાં કારણે વિદ્યાર્થીઓ જીવતા સળગી ગયા હતા..
કિશોર અંજારિયા