ઝુલે છે ડાળીઓને રાખી સાથ,
ચઢાવ ઉતારમાં કરે પ્રતિસાદ.
છોડતું નથી વૃક્ષ પર્ણને આમ!
બનાવી ગોલ્ડન કરે છે બાદ.
– કૃષ્ણપ્રિયા
( અહીં આ પંક્તિઓમાં વૃક્ષ ને પિતાની,ડાળીઓને દિકરાની,અને પર્ણને દિકરીની ઉપમા આપેલી છે.)
પપ્પા તો હરકોઈ બની જાય છે.બાળકનાં જન્મ થતાં જ પપ્પાનું બિરુદ ઓટોમેટિક મળી જાય છે.પરંતુ એ પપ્પામાંથી પિતા હરકોઈ બની શકતું નથી.પિતા એટલે આપણા નિષ્ફળ થતાં જીવનને સફળ કરવાની ચાવી!એક પિતા પોતાના સંતાનને પૂર્ણ રીતે આ દુનિયા બતાવવાની કોશિશ કરે છે.કઈ દિશામાં આગળ વધવું,આગળ ચાલતાં અહીં ખાડો આવશે.માણસોને ઓળખીને કામ કરવું.નિષ્ફળ થયા પછી કેમ અંકબધ રહેવું.નિષ્ફળતા ને ખંખેરી હિંમત રાખી કેમ ઊભા થવું.આ બધું જ શીખવે છે એક ઉતમ પિતા…!
પિતા પોતાની જિંદગીમાં શાંતી તા સુધી ન લે જ્યાં સુધી આપણને સફળતા પ્રાપ્ત ન થાય. આપણને સોના જેવા કિંમતી બનાવવા એ અથાગ પ્રયત્નો કરતા રહે છે. મતલબ કે દુનિયાદારીને સાથે રાખી કેમ જીવવું ને કેમ આનંદ માણવો એ બધું જ શીખવે છે એક ઉત્તમ પિતા..!
પિતા માટે લખવા બેસુ તો આકાશ પણ ટુંકુ પડે.કોઈ એવો કાગળ નથી બન્યો જેમા પપ્પાનું વાત્સલ્ય આલેખી શકાય.આપણને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા કરે એ જ તો છે પિતા..!દુનિયા આપણને ઓળખે એ માટે રાત,દી’એક કરે એ જ તો છે પિતા…!આપણી પ્રતીભા ખીલવવાં કોઈની ખોટી વાતો ન સાંભળે એ જ તો છે પિતા…!પરિવાર ને સુખદ્ બનાવીને જંપે એ તો છે પિતા,પોતાનો પ્રોબ્લેમ કોઈને ય ન કે!એકલા જ બધુ ય સહન કરી લ્યે એ જ તો છે પિતા…!પ્રોબ્લેમ ગમે તેટલા મોટા હોય,પરીવાર પર એની આંચ પણ ન આવવા દે એ જ તો છે પિતા…!
આમ,પિતાનું વાત્સલ્ય સમજાવવા માટે સમય પણ ટુંકો પડે,એટલું આલેખન કરી શકાય.પિતા તો એ અંનત આકાશ છે જેનાં હ્દયનાં ઘબકાર આપણે ગમે તેટલાં દૂર હોય તોય સંભળાય જાય છે.અને એ ઘબકાર સાથે આપણો તાર જોડાય એટલે તરત જ પિતાને ખબર પડી જાય કે,મારી દિકરીને આ વસ્તુની જરૂર છે.કંઈ ખૂંટે એ પહેલાં તો એનાં પ્રેમનાં તરંગો આપણા સુધી પહોંચી જાય છે.ખૂટે એ પહેલાં જરૂરી વસ્તુ આપણા સુધી પહોંચાડી દે એ પિતા…
હારી ગયા પછી ફરી જીતવું કેમ,પડ્યા પછી ફરી અંકબધ ઊભવુ કેમ.ઊંડાણ પૂર્વક કરેલી હરેક વાતમાં,સમજણ મળે આખી જિંદગીમાં.ક્યારેક પ્રેમ તો ક્યારેક ગુસ્સો,પર આ છે એનાં પિતૃત્વનો જુસ્સો.