પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખ લુઈ… વાંચો લેખક મનહર વાળાની કલમે તમારા રૂવાડા ઊભા કરી નાખે એવો લેખ

Lok Patrika
Lok Patrika
5 Min Read
Share this Article

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખ લુઇ.

લેખક મનહર વાળા, “રસનિધિ.”

જય લુઇ બ્રેઇલ.

કહેવાય છે ને કે, સંઘર્ષને કદી સીમાડા હોતા નથી.
કુદરતનો નિર્ણય સદાયને માટે સારો જ હોય છે. આ વાતને ફ્રાન્સના કૂપરે ગામમાં જન્મેલા લુઇ સાબિત કરી ચુક્યા છે.

દેખ્યાનો દેશ ભલે લય લીધો નાથ તોય કલરવની દુનિયા અમારી,
વાટે રખડવાની મોજ છીનવી લીધી તોય પગરવની દુનિયા અમારી.

આજ જીવન મંત્ર સાથે સંઘર્ષના મેદાનને વિણધીને લુઇ પ્રજ્ઞાચક્ષુ સમાજના તારણહાર બની ગયા.

4 જાન્યુવારી 1809 ના રોજ ફ્રાન્સના નાનકડા કૂપરે ગામમાં રહેતા મધ્યમ વર્ગી કુટુંબમા લુઈનો જન્મ થયો હતો. પિતા સાયમન મોચી કામ કરતા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ કંગાળ હતી એટલે ત્રણ વર્ષની વય થતા લુઇ પિતાને મદદ કરવા લાગ્યા.
લુઈને રમવાના રમકડાં પણ પિતાના વ્યવસાયના સાધનો જ હતા. પિતા સાયમન પણ ઘોડાના જિન લગામ માટે ફ્રાન્સમા જાણીતા હતા.

સાયમનના ઘરમાં રમતા ફૂલ જેવા બાળકના જીવનમાં અચાનક વળાંક આવ્યો. એક દિવસ નાનકડા લુહી લાકડી અને છરી વડે રમી રહ્યા હતા. આ જ ક્ષણે અચાનક ઉછળેલી છરી લુઈની આંખમાં ખુંપી ગઈ. આંખમાંથી લોહી વહેવા લાગ્યું. લુઇ પોતાના હાથ વડે આંખ દબાવીને ઘરે ગયા. સામાન્ય ઔષધ લગાવીને લુઈની આંખ પર પાટો બાંધી દેવામાં આવ્યો. કુટુંબના તમામ સભ્યો પરિસ્થિતઈમાં સુધારો આવે એની રાહમાં હતા. ઘણો સમય વીતી ગયો પણ દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર થતી ગઈ. 8 વર્ષની વયે લુઈએ સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દીધી.
હવે લુઇ સંસારના રંગબેરંગી રંગો જોવાને બદલે ઘોર અંધકાર તરફ ધકેલાઈ ગયા. માતા પિતા પણ હવે લુઇનું ભવિષ્ય કલ્પી શકતા નહોતા. લુઈની આ હાલત જોઈને આખું કુટુંબ પણ ઘેરા શોકમાં ઘરકાવ થઈ ગયું.

પરિસ્થિતિ ભલે ગમે તે આવી પણ લુઇ કદી પણ પરાજિત ન થયા અને અંધજનોની આંખ બની ગયા.
હવે લુઈએ પાદરી પાસેથી શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. ઇસવીસન 1819મા લુઇ રોઇલ ઇન્સ્ટિટયૂટ blindના સંપર્કમાં આવ્યા. આ સમયમાં સૈનિકો ગુપ્ત વાતો જાહેર ન થાય એ માટે બાર ટપકાની લિપિનો ઉપયોગ કરતા હતા. લુઈને એમ થયું કે, આ લિપિ ખૂબ અંધજનોની પ્રગતિ કરે એમ છે. આવા હકારાત્મક વિચારોને પ્રાધાન્ય આપીને લુઈએ ચાર્લ્સ બારબરની મુલાકાત કરી. માત્ર બાર વર્ષના લુઈની આ આકાગશાઓથી બારબર ખૂબ ખુશ થયા હતા.

બાર ટપકાની લિપિ શીખ્યા બાદ લુઇ અવનવા સનશોધન કરવા લાગ્યા.
ઇસવીસન 1829મા લુઈએ છ ટપકાની લિપિ શોધી. લુઈએ આ લિપિ દ્વારા પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી દિશા આપવા ખૂબ પ્રયાસો કર્યા પણ, તે સમયના શિક્ષણ વેદોએ લુઈની આ લિપિનો વિરોધ કર્યો અને બ્રેઇલ લિપિનો ભાષા તરીકે સ્વીકાર કર્યો નહિ.

સમાજ સામે જજુમતા જજુમતા ઇસવીસન 6 જાન્યુવારી 1852ના રોજ મહાત્મા લુઇ બ્રેઇલ નાદ બ્રહ્મમા લિન થયા.
લુઇ ભલે મૃત્યુ પામ્યા પણ, એની મહેનત અને ઈચ્છા અજય જીવંત રહ્યા.

પાછળથી વિદ્વાનોએ ફરી લુઈની લિપિનો અભ્યાસ કર્યો આ અભ્યાસમાં માલુમ પડ્યું કે, લુઇ દ્વારા શોધાયેલી બ્રેઇલ લિપિ અંધ જનોની આંખ છે.
લુઈના મૃત્યુના સો વર્ષ પછી ફ્રાન્સ સરકારે બ્રેઇલ લિપિનો સ્વીકાર કર્યો.
ઇસવીસન 1952 20 જૂનના રોજ લુઇ દ્વારા શોધાયેલ બ્રેઇલ લિપિનો સ્વીકાર તેમ જ પ્રસાર પ્રચાર થયો એટલે પ્રગણાચક્ષુ સમાજના જીવનમાં નવો પ્રકાશ પથરાયો.

છ ટપકામા દુનિયાનું દર્શન કરાવ્યું અમને,
અભિનંદન છે વંદન છે લુઇ બ્રેઇલ તમને.

કહેવાય છે ને કે, લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે.

લુઈના જીવનમાં પણ, કંઈક આપણને આવું જ જોવા મળે છે. લુઈના મા બાપને ભલે શરૂઆતમાં નિરાશા મળી પણ, પછી સમગ્ર પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી આશાઓ અને આકાંગશાઓ મળી એય જરા પણ, ખોટું નથી. દરેક સમસ્યા કંઈક નવું લઈને આવે છે. આ વાત લુઇ માટે સાચે જ સત્ય સનાતન સાબિત થઈ.

આજે સમગ્ર જગત એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને સફળતાના આયામ તરફ જતા જુવે છે એના પાયામાં લુઈની બ્રેઇલ લિપિ છે. ભલે આજે ટેક્નોલોજીનો વ્યાપ્ત વધવાને સાથે દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બ્રેઇલ વગર પણ, આગળ વધી શકે છે જો કે, એય સત્ય સનાતન છે કે, કાશ લુઇ અંધ ન થયા હોત તો ટેક્નોલોજીમાં પણ, કોઈ નવીનતા ન આવેત.

દરેક મહાન વ્યક્તિ આપણને સઘળું સુખ આપી જાય છે.
એનો ઉપયોગ ક્યાં કેમ કરવો એ આપણા હાથની વાત છે.

મહાન વ્યક્તિની મહાન વાતો કરવા કરતાં એના કરતાં કંઈક મહાન કાર્ય કરવાની તતપરતા ઘણું આગળની પેઢીને આપે છે.


Share this Article
Leave a comment