થયું છે….
-કિરણ વી. કારેણા
નજરથી નજર નું જોડાણ થયું છે
એક નવી જ વાર્તાનું મંડાણ થયું છે.
પ્રલયની સામે દરિયાનું ખેડાણ થયું છે
નવાં નાયક નાયિકાનું ખેંચાણ થયું છે.
સ્મરણની સાથે પ્રણયનું રક્ષણ થયું છે
ઓચિંતું આવેલું આવરણ દૂર થયું છે.
ક્યાંક સુધી આમ એકલા કિનારે બેસવું
સામે કાંઠે જવા હવે વહાણ તૈયાર થયું છે.
ભરતી ને ઓટ વચ્ચે એક નવું સગપણ થયું છે
ઘણા દિવસો પછી એની સાથે જાગરણ થયું છે.
એક મોજું મારા મહી પહોંચ્યું ને ઘર્ષણ થયું છે,
વનરાવન ખીલીઉઠ્યું લાગે છે ધરાને કિરણ સ્પર્શ્યુ.