શબ્દ વિહોણું મૌન
હેતલ જાની “હેત”.
નથી ખબર મને મુક્તક,
હાઇકુ,ગઝલ,કવિતા અને રાગ શું છે?
હા,ખબર છે મને એટલી કે;
શબ્દો ને કાગળ પર ઢાળવાની માંગ શું છે!
નથી સમજ મને મકતું,કાફિઓ,રદ્દીફ સાથે,
શ્લેષ કે જોડણી નો સંગાથ શું છે?
હા,હું સુપેરે જાણું છું એટલું કે,
કવિ હૃદય ને ઠારી શકે એવી આગ શું છે.
આરોહ,અવરોહ,લય,વલય કે સપ્તસૂરો …
કે પછી ફકરા,હાંસિયા ના તાગ શું છે?
હું પામર જણ જાણું એટલું જ કે…
શબ્દ વિહોણા મૌન ની વાત શું છે!