Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika
Published By: Lok Patrika Desk
Last Updated: 08:07 PM, 21 November 2026 Google News FOLLOW ON Google News

ગિરનારની ‘લીલી પરિક્રમા’ એ જૂનાગઢના ગિરનાર પર્વતની આસપાસ આશરે 36 કિલોમીટર લાંબો પગપાળા પ્રદક્ષિણા માર્ગ છે, જે દર વર્ષે કારતક સુદ અગિયારસથી દેવ દિવાળી (પૂનમ) સુધી યોજાય છે. લોકમાન્યતા મુજબ સતયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય દેવી-દેવતાઓએ ગિરનારની પરિક્રમા કરી હતી. 19મી સદીના અંત (આશરે 1890–92)માં સંત અજા ભગત ડોબરીયાએ આ પરિક્રમાને વ્યવસ્થિત સ્વરૂપમાં ફરી શરૂ કરી હોવાનું મનાય છે. ભવનાથ તળેટીથી શરૂ થતી આ યાત્રા ગાઢ જંગલમાંથી પસાર થઈ ઝીણાબાવાની મઢી, માળવેળા અને બોરદેવી જેવા મુખ્ય પડાવો થઈને પરત ભવનાથ પહોંચે છે

ગિરનારને સિદ્ધો, યોગીઓ અને 33 કરોડ દેવી-દેવતાઓની તપોભૂમિ માનવામાં આવે છે. કારતક માસમાં પરિક્રમા કરવાથી પુણ્ય અને આધ્યાત્મિક શાંતિ મળે છે તેવી શ્રદ્ધા છે. ચોમાસા પછી કારતક મહિનામાં જંગલ અને પર્વતની વનસ્પતિ લીલીછમ હોવાથી આ યાત્રાને ‘લીલી પરિક્રમા’ કહેવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો એકસાથે જોડાય છે. માર્ગમાં ઠેર-ઠેર અન્નક્ષેત્રો દ્વારા સેવા મળે છે અને પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ થાય

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika

ગિરનાર પરિક્રમાની 25 રોચક વાતો

૧. જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેત્લાકતો જુનાગઢમાં પહોચ્યાં પછી મૃત્યુ પામ્યા હતાં.આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોક્મુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.

૨. ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.

૩. ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે!! બાલ બ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દિક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે. કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મારાધનામાં લીન બન્યા છે.

૪. એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રીએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ્માર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણમુનીઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમુનીઓ અત્યંત તેજગતિએ આકાશ ભણી ગમન કરતાં નિહાળ્યા હતા.

૬. રાજનગર – અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનારમંડણ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika

૭. ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગ વિદ્યામાં પ્રવીણ હતા. એકવાર પોતાના ગુરુભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતા. શ્રી કપુરચંદજી મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડી જવાની આકાશગામિની વિદ્યા હતી.

૮. સં. ૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાઈ નહોતું મળતું.

૯. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાની દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો.

૧૦. કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસનઅધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના-ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતું.

૧૧. વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખુબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગલુંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જયારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું.

૧૨. આ ગિરનારની ઔષધીના અચિંત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતાં હતા.

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika

૧૩. એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતાં.

૧૪. ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સમભાવ છે.

૧૫. ઈ.સં. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઈ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી.

૧૬. એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસકુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળતો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો.

૧૭. મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મુક્યું પરંતુ નસીબજોગે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધોજ રોગ દૂર થઇ ગયો. આ વાત તેણે જુનાગઢના તે વખતના ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો. ટૂંક સમયમાં નવાબ સાહેબનો દીર્ઘકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાસ્થ્યને પામ્યા હતાં.

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika

૧૮. એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા. યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા. તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઇ ગયું. ત્યારબાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોચી ગયા હતાં. બીજા દિવસે જયારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું.

૧૯. એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઇ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને તે કઠીયારો બીજે દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો.

૨૦. કાળી ટેકરીની આગળની ટેકરીને વલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.

૨૧. ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમીટૂંકના નૈરૂત્યખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે.

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો - Lok Patrika

૨૨. ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતાં.

૨૩. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મુળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઇ જાય છે.

૨૪. ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઇને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દૃશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છુટ્યો હતો.

૨૫. ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે.

 

 

 

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ભાજપમાં એન્ટ્રી; જોડાતાં વેંત જ મળી ગયો નેશનલ હોદ્દો, જાણો વિગતેક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ભાજપમાં એન્ટ્રી; જોડાતાં વેંત જ મળી ગયો નેશનલ હોદ્દો, જાણો વિગતે
કચ્છમાં ભયાનક અકસ્માત: કારને ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોનાં મોત; મૃતકો આર્મી જવાનનો પરિવાર હતોકચ્છમાં ભયાનક અકસ્માત: કારને ટ્રેલરે ટક્કર મારતા 7 લોકોનાં મોત; મૃતકો આર્મી જવાનનો પરિવાર હતો
પ્રોફેસરે દિલજીત દોસાંજની ‘Double Standard’ અંગેની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યોપ્રોફેસરે દિલજીત દોસાંજની ‘Double Standard’ અંગેની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યો
121 કિલો સોનાનું ગુપ્ત દાન! કંપની વેચીને 7000 કરોડની કમાણી કર્યા બાદ ભક્તે 160 કરોડનું દાન કર્યું121 કિલો સોનાનું ગુપ્ત દાન! કંપની વેચીને 7000 કરોડની કમાણી કર્યા બાદ ભક્તે 160 કરોડનું દાન કર્યું
પાકિસ્તાનમાં સોનાના ભાવ ‘આસમાને’; ભારતની સરખામણીમાં ત્યાં સોનું કેટલું મોંઘું છે? જાણો ભાવપાકિસ્તાનમાં સોનાના ભાવ ‘આસમાને’; ભારતની સરખામણીમાં ત્યાં સોનું કેટલું મોંઘું છે? જાણો ભાવ
જ્યારે વડાપ્રધાન મોદીએ સોનું ન ખરીદવાની સલાહ આપી હતી ત્યારે સોનાના ભાવ શું હતા અને આજે શું છે?જ્યારે વડાપ્રધાન મોદીએ સોનું ન ખરીદવાની સલાહ આપી હતી ત્યારે સોનાના ભાવ શું હતા અને આજે શું છે?
સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
‘રામાયણ’ ફિલ્મે ધડાધડ 6 રેકોર્ડ્સ બનાવી નાખ્યાં, ‘ધુરંધર-2’ અને ‘પુષ્પા-2’ને પણ પછાડી દીધા
‘રામાયણ’ ફિલ્મે ધડાધડ 6 રેકોર્ડ્સ બનાવી નાખ્યાં, ‘ધુરંધર-2’ અને ‘પુષ્પા-2’ને પણ પછાડી દીધા
GSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણીGSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણી
માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝીમાઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી
સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયોસરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસોભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો

Tags:

Girnar ParikramaHistory the Girnar Parikrama
Author

Lok Patrika Desk

The News Desk is an experienced team of multimedia journalists at Lok Patrika Daily Newspaper, dedicated to reporting news and developments from across the globe in real time. The Lok Patrika News Desk serves as a trusted source of verified news, delivering timely and reliable updates on current affairs in Gujarat, across India, and internationally. Its coverage spans politics, business, sports, entertainment, health, lifestyle, and other key areas, keeping readers informed about the day's most important developments. The News Desk provides comprehensive coverage of breaking news, live blogs, major corporate developments in technology and finance, legal reforms, election updates, and national and international affairs. Every story is handled with a strong commitment to accuracy, credibility, and responsible journalism. Under the guidance of Editor Avesh Malviya, the News Desk is led by Senior Copy Editors Alpesh Karena and Mohit Punjabi, both of whom bring more than a decade of experience in the media industry. Their editorial expertise and leadership help ensure that news is reported promptly, accurately, and in accordance with established journalistic standards. Every news article published by Lok Patrika undergoes a verification process conducted by the News Desk. This rigorous editorial review helps ensure that information is accurate, credible, and responsibly presented, without compromising journalistic integrity in the pursuit of speed. Through its commitment to fact-checking, editorial excellence, and timely reporting, the Lok Patrika News Desk strives to keep readers well-informed and maintain their trust.

Follow Me
Other Articles
સૌએ સમજવા જેવું: 5 રૂપિયાના બિસ્કિટના પેકેટમાંથી દુકાનદાર કેટલી કમાણી કરે? કંપનીને કેટલા મળે? - Lok Patrika
Previous

સૌએ સમજવા જેવું: 5 રૂપિયાના બિસ્કિટના પેકેટમાંથી દુકાનદાર કેટલી કમાણી કરે? કંપનીને કેટલા મળે?

સલમાનના ડરથી ઐશ્વર્યાએ રાખ્યો હતો બોડીગાર્ડ... પરંતુ એક મુલાકાત થયાના બે દિવસમાં જ નોકરી છોડી દીધી - Lok Patrika
Next

સલમાનના ડરથી ઐશ્વર્યાએ રાખ્યો હતો બોડીગાર્ડ… પરંતુ એક મુલાકાત થયાના બે દિવસમાં જ નોકરી છોડી દીધી

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper