ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વનું મહત્વ અનન્ય છે.નવા કપડાં, મીઠાઇઓ,ચારેકોર રોશની સાથે ખુશીઓનાં દીપ ઝળહળી ઊઠે છે.મનુષ્યોમાં આનંદની એક નવી લહેર છવાઈ જાય છે.
એની સાથે ચાલી આવતી સુકનના ફટાકડા ફોડવાની ખોટી રીત શરૂ થાય છે.ફુલઝર,શંભુ,ચક્રી, બટરફ્લાય,આવા તો કેટલાય હલકાં ફુલકા ફટાકડા અને સુતરી બોમ જેવા અનેક ઘડાકા વાળા ફટાકડાનો ઝેરી ઘુમાડો વાતાવરણને પ્રદૂષિત કરવા લાગે છે.આની આડઅસરો ઋતુ ચક્રની સાથે હવા,પાણી,ખોરાક,વૃક્ષો, ફૂલો,ઝાડ,પાનને પણ થાય છે.જાણે અજાણે જો ચઢાવેલી રોકેટ જો ઝાડમાં ઘૂસે તો પક્ષીઓનાં માળાઓ ને પણ બાળી નાખે છે.
કોઈનાં ઘરમાં તો કોઈનાં અનાજના ગોદામમાં આ ફટાકયો આતંક મચી જાય છે.આના કારણે તણખલું તણખલું કરીને બનાવેવ પક્ષીના માળાઓ છીનવાઈ જાય છે.ત્યારે એ માળા વગરનાં પક્ષીઓની હાય મનુષ્યોને શર ચડે છે.આપણો આ જાણી જોઈને મચાવેલો આતંક આપણને તોય આનંદ લાગે છે.વળી પાછી મજા તો જો ગમે ત્યાં બાળકો ફટાકડા ફોડે છે,તોય માવતર એને કહેવું યોગ્ય નથી સમજતાં.કયારેક તો પોતાની અગાશી પર ચડીને બાળકો સળગાવેલ ફટાકડાનાં ઘા કરતા દેખાય છે.
આ તો બધું આજ સુધી થતું આવ્યું છે.પરંતુ આપણે પોતે જ આ વખતે આ આતગનાં શિકાર થવાનાં છીએ.એ નજર સામે જ દેખાય છે.ઉંમર વાળા અને બીજા નાના મોટા બધા જ મનુષ્યોને આ વખતના ફટાકડાનો ધુમાડો હાનિ કરશે.જાણતા નથી એ જાણી લો કે,હાલ,યુવાન વ્યક્તિ પણ એક સેકન્ડમાં મૃત્યુ પામે છે.એનું માત્રને માત્ર એક જ કારણ છે કે,કોરોના પછી આપણા ફેફસાં જેટલા ચાલતાં એનાથી સાવ ઓછાં કામ આપી રહ્યા છે.તો વિચાર કરો ધુમાડો શ્વાસમાં જવાથી શું થાશે.આજે પણ હજુ ઘણા એવા લોકો છે,જે કોરોના પછી થોડા અમથા ધુમાડાને લીધે પણ ઉધરસ ખાવા લાગે છે.તો એક સામટો ધુમાડો શરીરને કેટલો નુકશાન કરશે?
પોતાનો જો વિચાર આવે તો આ આતંક રોકવો શક્ય બને,બાકી માનવી આજ સુધી કોઈનું માન્યો પણ નથી.અને માનશે પણ નહીં. આટલા મોટા પૈસાનો ધટાકો કરીને એ પોતાને જ મૃત્યુ સુધી પહોંચાડી ખુદને મહાન માને છે.ખરેખર આ એની મહાનતા જ છે હો…!પોતાને જ મૃત્યુ સુધી પહોંચાડવા આ ઝેરી ઘુમાડોના પગથિયાં ચણવા સિમેન્ટ,કાંકરી તો એને લઈ જ લીધાં છે.હવે ચણતર કામ કાલે કરવાનું શરૂ થશે.આ બધું લાઇવ જોઇ શકાશે.આ વર્ષનો ફટાકડાનો ધુમાડો લોકોને મૃત્યુનાં મુખમાં પહોંચાડવાની સીડી બની જશે.”
ખરેખર જો મહાન બનવું હોય તો ફટાકડા છોડીને પ્રકૃતિની સાથે પોતાનું પણ નુકશાન થતું બચાવો.બીજી સમજવા જેવી એક વાત એ કે,ફટાકડા ફોડતી વખતે જો શરીરમાં દાઝ્યે તો એ રૂઝ આવી જાય છે પરંતુ,મેન વસ્તુ જે ફટાકડો સળગાવતી વખતે કેન્દ્ર સ્થાને આંખ છે.આંખ ચાલી જશે તો ક્યારેય ફરી નહીં મળે.આ આપણા જ અગોને નુકશાન કરતા ફટાકડાથી દૂર રહેવું જરૂરી છે.આ વર્ષે એક પહેલ કરી અને આપણે આ પૈસાનો ધુમાડો ન કરી,તો આ જોઈ બીજા પણ શીખશે.બચેલા પૈસા દીનદુ:ખીયાઓ અને ગરીબોને દાન કરીએ.તેથી એની દિવાળી પણ સારી જાય.જિંદગીમાં સારાં કાર્યો કર્યા હશે તો એ દુઆઓ જરૂર ફળ સ્વરૂપે મળશે.
હવે આ બધું આપણા હાથમાં છે.જિંદગીમાં સારું કાર્ય કરી મોક્ષની પ્રાપ્તિ માટે સીડી ચઢવી કે,ધુમાડા કરી કોઈને મૃત્યું સુધી પહોંચાડવાનાં પગથિયાં બનવું?