Health News: મેયોનીઝ કે ટોમેટો કેચપ આહારનાં મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ સાથે ખાવામાં આવતા મેયોનીઝ, ટોમેટો કેચપ અને સોસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બજારમાં ઉપલબ્ધ મેયોનીઝ, ટોમેટો કેચપ અને સોસ આરોગ્યને કેવી રીતે બગાડી શકે છે? આ મેયોનીઝ, ટોમેટો કેચપ, સોસમાં શું ભેળવવામાં આવે છે? ટોમેટો કેચઅપ અને સોસથી કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે?
ઘરે મેયોનીઝ બનાવવા માટે તેલ, ઈંડાની જરદી, લીંબુનો રસ અથવા વિનેગરનો ઉપયોગ થાય છે. સ્વાદ વધારવા માટે મીઠું, મરી અને અન્ય મસાલા સાથે થોડી માત્રામાં સફેદ સરસવ પણ ઉમેરવામાં આવે છે. તેની પેસ્ટ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરવામાં આવે છે પરંતુ બજારમાં ઉપલબ્ધ મેયોનીઝમાં અનેક હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. મેયોનેઝ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય પ્રિઝર્વેટિવ્સ સોર્બેટ અને બેન્ઝોએટ્સ છે.
મેયોનીઝ વધારે ખાવાથી વજન વધવાનું જોખમ વધી જાય છે. કારણ કે મેયોનીઝમાં ઘણી બધી કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં ફેટનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. એક ચમચીમાં લગભગ 1.6 ગ્રામ ફેટ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે મેયોનીઝ વધારે ખાઓ છો, તો તે કોલેસ્ટ્રોલ વધારી શકે છે. વધુ પડતું કોલેસ્ટ્રોલ હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારે છે.
મેયોનીઝ વધારે ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. કારણ કે મેયોનેઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. જે બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે. મેયોનીઝ વધારે ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
મેયોનીઝ વધારે ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમે દરરોજ વધુ પડતી મેયોનેઝ ખાઓ છો, તો ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. ડાયાબિટીસના દર્દીઓએ મેયોનીઝ ખાવાનું ટાળવું જોઈએ.
ફાસ્ટ ફૂડ ખાતી વખતે બાળકો તેમજ પુખ્ત વયના લોકો ટોમેટો કેચઅપ અથવા ટોમેટો સોસ પસંદ કરે છે. બર્ગર, પિઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈસ અથવા પેટીસ જેવી ખાદ્ય ચીજોનો સ્વાદ ટોમેટો કેચપ વિના બેસ્વાદ લાગે છે. જોકે, કેચઅપ અથવા સોસ પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશિયલ કેમિકલ્સ બનેલ હોય છે. લાંબા સમય સુધી ટમેટાની કેચપનું સેવન કરવાથી ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
તેથી, ઘરે તાજા ટમેટાનું કેચપ તૈયાર કરવું એ વધુ સારો વિકલ્પ છે. ટોમેટો કેચપમાં વધારે શુગર હોવાને કારણે મોંમાં હાનિકારક બેક્ટેરિયા વધી શકે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ કારણે ટોમેટો કેચઅપ, સોસ, મેયોનિઝ વગેરેનું સેવન જેમ બન ઓછું લેવું વધુ યોગ્ય છે.