Police Army Recruitment Preparation: આ સમાચાર ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ આર્મી અને પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોમાં નોકરી માટે ભરતીની તૈયારી કરી રહ્યા છે. શારીરિક કસોટી માટેની આ તૈયારી સવારની દોડથી શરૂ થાય છે. પરંતુ એક નાની ભૂલ કે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
પોલીસ-ભરતી માટે દોડવાની તૈયારી કરનાર યુવાનને હાર્ટ અટેક આવવાની ઘટનાઓ તાજેતરમાં કેટલીક જગ્યાએ બની હતી. ખાસ કરીને પોલીસ કે લશ્કરમાં ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોએ કેટલીક કાળજી રાખવી પડતી હોય છે. આવા યુવાનો જો ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય તો તેમણે તરત જ તે ખાવાનું બંધ કરવું જોઈએ. જે તેલમાં ફાસ્ટ ફૂડ તૈયાર કરવામાં આવે છે તેનાથી યુવાનોમાં શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓ થાય છે. તમામ યુવાનોએ તેમના આહારમાં ફળો અને લીલાં શાકભાજીનો વધુ માત્રામાં સમાવેશ કરવો જોઈએ. તબીબોનું કહેવું છે કે 20 થી 35 વર્ષની વચ્ચેના યુવાનોમાં હૃદય અને શ્વસન સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ સિગારેટ અને દારૂ છે.
જો તમે પણ દરરોજ સવારે કે સાંજે ભરતી માટે તૈયારી માટે દોડતા હો અને તમને દોડતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાનો અનુભવ થતો હોય તો બિલકુલ બેદરકારી ન રાખો. બલકે, કોઈ પણ ભરતી રેલીમાં જતાં પહેલાં આવા તમામ યુવાનોએ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અથવા અન્ય પ્રકારના નિષ્ણાત પાસે પોતાની તપાસ કરાવવી જોઈએ. જેથી કરીને ભરતી દરમિયાન દોડતી વખતે કોઈ મુશ્કેલી ન પડે.
ડોકટરો શું કહે છે ?
આ અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં એક મેડિકલ કોલેજના કાર્ડિયોલોજી વિભાગના વડાએ જણાવ્યું હતું કે, ભરતી રેલીની તૈયારી માટે દરરોજ દોડતા તમામ યુવાનોએ તેમના ચેકઅપની સાથે ઇકો અને ઇસીજી કરાવવું જોઈએ તથા ડૉક્ટરની સલાહને અનુસરવી જોઈએ.
ડૉક્ટરોના મતાનુસાર, જો યુવાનોને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેની સમયસર સારવાર થઈ શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે યુવાનો દોડતી વખતે અચાનક પડી જાય છે, હૃદયના ધબકારા અટકી જાય છે. આવી સ્થિતિમાં બચવું મુશ્કેલ હોય છે, કારણ કે ઘણો સમય પસાર થાય છે. જો યુવાનો પહેલાંથી જ રૂટીન ચેકઅપ કરાવતા રહે તો તેમની સમસ્યાનું નિષ્ણાતો અગાઉથી નિદાન કરીને સારવાર સૂચવી શકે.
સમયાંતરે શરીરની તપાસ કરાવવી લાભદાયક
જો પરિવારમાં માતા-પિતાને કે અન્ય સભ્યને હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તો એવા યુવાનોની ખાસ તપાસ થવી જોઈએ. કારણ કે હૃદયરોગ આનુવંશિક હોઈ શકે છે. વળી, જે યુવાનોને અગાઉ તબિયત અંગે કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો હોય તો તે પણ પોતાના ડૉક્ટરને મળીને સમજી લેવું તથા તે અંગે સંભવિત સમસ્યા થઈ શકે કે કેમ, તે તપાસવું જોઈએ.
ફાસ્ટ ફૂડ એટલે ઝેર !
લગભગ બધા જ તબીબો એકસૂરે એવો જ અભિપ્રાય આપતા હોય છે કે, ફાસ્ટફુડ ઝેર છે. તે ખાવાનું બધાએ ટાળવું જોઈએ, પણ ખાસ સલાહ આવી શારીરિક ભરતીઓની તૈયારી કરનારા યુવાનો માટે આપવામાં આવે છે. ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો ફાસ્ટ ફૂડનું સેવન કરે તો તરત જ તે ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જે તેલમાં ફાસ્ટ ફૂડ તૈયાર કરવામાં આવે છે તેનાથી યુવાનોમાં શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓ થાય છે. તમામ યુવાનોએ તેમના આહારમાં ફળો અને લીલા શાકભાજીનો વધુ માત્રામાં સમાવેશ કરવો જોઈએ.
તબીબોનું કહેવું છે કે 20 થી 35 વર્ષની વચ્ચેના યુવાનોમાં હૃદય અને શ્વસન સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ સિગારેટ અને દારૂ છે.