Komal Guatam Long Hiar: સામાન્ય રીતે એવું કહેવામા આવતું હોય છે કે તમારી આગવી સ્ટાઈલ અને આગવી કળા તમને પ્રસિદ્ધ કરી શકે છે. ત્યારે આજે જે છોકરી વિશે વાત કરવી છે એમણે પોતાના વાળ અને પોતાની આર્યુવેદિક ટિપ્સના કારણે સમાજમાં એક નામ કમાયું છે અને પ્રસિદ્ધિ મેળવી છે. 23 વર્ષની આ યુવતીનુ નામ એટલે કે અંકિતા ગૌતમ…
અંકિતા ગૌતમ હાલમાં ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં પરિવાર સાથે રહે છે અને માત્ર 23 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા પર અને ઈન્ટરનેટની દુનિયામાં એમનો સિક્કો ચાલે છે. હાલમાં તેઓ બીએના બીજા વર્ષમાં ગાજિયાબાદ ખાતે જ અભ્યાસ કરીને સાથે સાથે લોકો વચ્ચે પોતાની આર્યુવેદિક ટિપ્સ શેર કરતાં રહે છે.
અંકિતા ઈન્ટાગ્રામ પર હાલમાં બહોળું ફેન ફોલોઈંગ ધરાવે છે. પોતાના લાંબા અને સિલ્કી વાળથી એક અલગ જ ઓળખ ઉભી કરીને પ્રખ્યાત થનાર અંકિતા કોમલ ગૌતમ લોંગ હેર કરીને એક પેજ ચલાવે છે અને પોતાના નવા નવા વીડિયો અપલોડ કરી લોકોને મનોરંજન તેમજ વાળને લગતી સમસ્યાનું સમાધાન કરે છે.
જો કે અહીં સુધી પહોંચવાનું એ અંકિતા માટે સહેલું નહોતું. પરિવારને મનાવવા, એક તરફ ભણવાનું, વીડિયો બનાવવો અને અપલોડ કરવો, વીડિયોને એડિટ કરવાનું… વગેરે ઘણી વસ્તુઓ અંકિતાને શીખવી પડી. પરંતુ સૌથી પહેલાં 2020 પહેલાં ટિકટોકમાં અંકિતાએ એન્ટ્રી કરી અને 2020 પહેલાં ત્યાં વીડિયો બનાવતી. 20 વર્ષની ઉંમરે આ વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી અને ત્યાં એમના 33,000 જેટલા ફોલોઅર્સ પણ હતા.
પરંતુ ભારત સરકારે ટિકટોક બેન કર્યા બાદ અંકિતાએ ઈન્સ્ટાગ્રામમાં શરૂ કર્યું અને હાલમાં 60,000 જેટલા ફોલોઅર્સ છે. તો વળી મોજ એપમાં પણ અંકિતા વીડિયો અપલોડ કરે છે અને જેમાં અંકિતાના 10,000 ફોલોઅર્સ છે, તેમજ યુટ્યુબમાં 3000 સબસ્ક્રાઈબર સાથે હજારો લોકો વીડિયો જુએ છે. માત્ર 3 વર્ષમાં જ આટલી પ્રગતિ બદલ અંકિતાનો પરિવાર પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર અંકિતા પોતાના વાળ સાથે દરરોજ નવા નવા વીડિયો બનાવે છે અને લોકો મોહી પડે છે. તે રીલ્સ બનાવે છે, ફિલ્મના અને મોટિવેશન ગીત પર વીડિયો બનાવે છે.
તો વળી વાળનો ગ્રોથ કઈ રીતે કરવો. ખરતા વાળ કઈ રીતે બંધ કરી શકાય એમની ટીપ્સ પણ શેર કરતી રહે છે. હાલમાં અંકિતાની કોઈ પ્રોડક્ટ નથી પરંતુ ભવિષ્યમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાનો અંકિતાએ પ્લાન કરી લીધો છે એવું અંકિતાએ જણાવ્યું હતું.
અંકિતા કહે છે કે વાળના કારણે જ મારી ઓળખ બનાવી છે અને ભવિષ્યમાં પણ મારે વાળના કારણે આખા દેશમાં મારી ઓળખ બનાવવી છે. હાલમાં બધા પોતાની જિંદગીમાં વ્યસ્ત છે એટલે કોઈને વધારે વીડિયો જોવાનો સમય નથી, તો એ લોકો મારી પ્રોડક્ટ વાપરે અને ફાયદો મેળવે એ માટે થઈને મારે મારી પ્રોડક્ટ પણ લોન્ચ કરી મહિલાઓને ફાયદો અપાવવો છે અને બજારમાં મળતી કેમિકલયુક્ત પ્રોડક્ટથી થતું નુકસાન પણ અટકાવવું છે.
https://www.instagram.com/reel/CwHnAwasKJQ/?igshid=MzRlODBiNWFlZA==
હાલમાં યુવતીઓના ટૂંકા વાળને લઈ અંકિતા કહે છે કે પહેલા તો હાલમાં છોકરીઓ પાસે સમય નથી હોતો, તો વળી ઘણાને વાળ વધારવા છે પણ વધતા જ નથી.
બીજું એક કે કેમિકલના કારણે છોકરીઓના વાળ ખરે છે અને વધતા પણ નથી. તો હું હંમેશા ઘરના જ આર્યુવેદિક ઉપાયો જણાવું છું અને અજમાવું છું, કે જેથી લોકોને વધારે ખર્ચ પણ ન આવે અને ખાસ તો વાળને નુકસાન પણ ન થાય.
આ સાથે જ માતાનો આભાર વ્યક્ત કરતાં અંકિતા કહે છે કે વાળ વધારવા માટે મારી માતાની જ મહેનત છે. પહેલાથી જ મારા વાળ પ્રત્યે મારા કરતાં મારી માતાને વધારે પ્રેમ રહ્યો છે. પહેલાથી જ ચોંટલી બનાવતી અને એમણે ખૂબ મહેનત કરી છે. મારા વાળમાં મહેંદી પણ લગાવી આપે છે. વાળનો બધો જ ક્રેડિટ હું મારી માતાને આપીશ, તો વળી અંકિતાએ જણાવ્યું કે મે માતાના વાળ પણ વધાર્યા છે.