લોક પત્રિકા સ્પેશિયલ ( હર્ષ બારોટ ):
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપનાને કરવા સાકાર દોડી લે જે તું…
આ વાતને સાબિત કરતા વ્યક્તિ એટલે જયભાઈ ભાસ્કરભાઈ ત્રિવેદી…
જયારે મનુષ્યને કોઈ વસ્તુની ચાહ હોય ત્યારે એ વસ્તુ નાની હોય કે મોટી, તે વસ્તુથી લાભ થાય કે ના થાય પણ એ વસ્તુ પ્રત્યેની ચાહ એ માણસને એક મોટા મુકામ સુધી લઈ જાય છે. આવી ચાહ રાખનાર માણસ એટલે રાજકોટના રહેવાસી એવા જય ત્રિવેદી…
જયભાઇને નાનપણથી ક્રિકેટનો શોખ હતો અને એની સાથે ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો સાથે મુલાકાત કરવાની ચાહ પર ઘણી હતી. આજ ચાહ તેમને એક મોટા નામ સુધી લઈ ગઈ. જયભાઈ વર્ષ 2000થી સેલિબ્રિટી અને ક્રિકેટરો સાથે ફોટા પડાવે છે. અને જ્યારે પણ જયભાઇને કોઇ સેલિબ્રિટીને મળવાની ઈચ્છા થાય ત્યારે તે આ જુનન સાથે તેને મળવા અને તેની સાથે ફોટો પડાવવા પહોંચી જાય છે.
આની શરુઆન તેમને પોતાના મિત્રો સાથે કરી હતી. જ્યારે શરુઆતના દિવસોમાં ફોન કે કેમેરા જેવા મોઘા સાધન ના હોવાથી તેમને પોતાના મિત્રો સાથે રોલ વારા કેમેરોમાં ફોટા લેટા હતા. આ સમયે જયભાઈ કલામંદિર નામની દુકાન ચલાવતા અને ત્યાર બાદ તેમને રાજકોટની ( રાજકોટ કો.ઓપરેટિવ ) બેકમાં નોકરી મળતા ત્યાં નોકરી લાગ્યા હતા.
એક ફોટા પાછળ લાગતી મહેનત…
જયભાઇની જાણકારી અનુસાર કોઇ સેલિબ્રિટીકે ક્રિકેટ સાથે ફોટો પડાવો કે મુલાકાત લેવી એ બચ્ચાના ખેલ નથી એની માટે તનતોડ મહેનત કરવી પડે છે. જયભાઈ જણાવ્યા મુજબ કોઈ સેલિબ્રિટી સાથે ફોટો પડવા માટે ઘણા સંઘર્ષ કરવા પડે છે. ઘણી વખત જયભાઈને ફિલ્મ સ્ટારને મળવા માટે તેમને દુર-દુર જગ્યાઓમાં જવુ પડે છે. અને બીજા રાજયોમાં પર મુસાફરી કરવી પડે છે.
કેટલા સેલિબ્રિટીને મળવા માટે જયભાઈ બે થી ત્રણ દિવસ તેમના ઘર, હોટલ, સ્ટેડિયમની બહાર દિન-રાત બેઠા રહે છે. જયભાઈને ઠડી-ગરમી વરસાદ જેવી કોઈ પણ પરિસ્થિતિ તેમને કોઈ પણ સેલિબ્રિટીને મળવાથી રોકી શકતી નથી. ઘણી વખત સેલીબ્રિટીના બોક્સરો દ્વારા તેનનુ ઘોર અપમાન કરવામાં આવે છે. પરંતુ તેઓ હાર માન્યા વગર અડી રહે છે. અને તેમના આ જુનન પર અડગી રહે છે.
જયભાઈના ફોટાનો સંગ્રહ
જયભાઈએ અત્યાર સુધીમાં 15000થી વધારે ક્રિકેટર, સેલિબ્રિટી, રાજકારણના વ્યકતિઓ સાથે ફોટા પડાવી ચૂક્યા છે જેમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ જેવા અનેક ક્રિકેટરો તેમજ ભુપેન્દ્ર પટેલ, નિતીન પટેલ, સી.આર પાટિલ, સ્મૃતિ ઈરાની, વિજય રુપાણી જેવા દિગ્ગજ રાજકારણી નેતા સાથે પર ફોટા પડાવ્યા છે.
એ સાથે જયભાઈએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા જ્હોન ઈબ્રાહિમ, પરેશ રાવલ, કાર્તિક આર્યન, સોનુ સુદ, વિવેક ઓબરોઈ અને અરજિત સિંઘ, સોનુ નિગમ જેવા સુરીલા ગાયકો સાથે મુલાકાત કરી ચૂક્યા છે એની સાથે ગુજરાતના ફિલ્મ સ્ટાર મલહાર ઠક્કર અને ગુજરાતી ગાયક એવા કિંજલ દવે અને ગીતાબેન પટેલ સાથે પર જયભાઈએ ફોટો પડાવેલા છે.
સચિન તેંડુલકરને માને છે ભગવાન
સચિન તેંડુલકરના મોટા મોટા ફેન હશે પર તેમાના એક મોટા ફેન એટલે જય ત્રિવેદી પણ છે. જયભાઇ સચિન તેંડુલકરને પોતાના ભગવાન માને છે. તેમને મળવા માટે હંમેશા તત્પર હોય છે,1998 ની સાલમાં સેન વોન દ્વારા આપેલા સ્ટેટમેન્ટ આપ્યા પછી જયભાઈને સચિન તેંડુલકર માટેનો પ્રેમ વધીને બમણો થઈ ગયો હતો.
ત્યાર બાદ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરવી એ ધ્યેય બની ગયુ હતું જે તેમને 17 વર્ષ બાદ પ્રાપ્ત થયુ હતું. એના સાથે જયભાઈએ સચિન તેંડુલકરના જન્મદિવસ પર તેમને એકઠો કરલો સંગ્રહ પર સચિન તેંડુલકરને ભેટ તરીકે આપી હતી.