Lok Patrika Special Story: લાંબા વાળ એ સ્ત્રીની સુંદરતાનું રહસ્ય છે. સ્ત્રી માટે વાળ એ સોનાના ઘરેણા જેટલું અગત્યું હોય છે. વાળની લંબાઈ પરથી સ્ત્રીની સુંદરતા પણ મપાતી હોય એવું આપણે જોઈએ છે. ત્યારે આજે વાત કરવી છે આવી જ એક ગુજરાતી છોકરીની કે જેણે પોતાના વાળની સુંદરતાની વિદેશની બ્રાન્ડને પણ મોહી લીધી અને વિદેશની બ્રાન્ડ છોકરીને પ્રોડક્ટ પ્રમોશન માટે બોલાવી રહી છે. આ છોકરીનું નામ એટલે કે પૂજા જોશી. સોશિયલ મીડિયા પર એક ગુંજતુ નામ અને પ્રખ્યાત ચહેરો.
મૂળ નડિયાદમાં પૂજાનો જન્મ અને હાલ મુંબઈ ખાતે રહીને તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. લેક્ચર લેવાની સાથે સાથે તે પોતાની એક બીજી બાજું કે જ્યાં તેનો શોખ વિસ્તરી રહ્યો છે અને એમને નામના તેમજ પૈસા મળી રહ્યા છે એ બાજુ પણ ફોકસ કરી રહ્યા છે.
https://instagram.com/poohh_here?igshid=MzMyNGUyNmU2YQ%3D%3D&utm_source=qr
મુંબઈમાં રહીને આ ગુજરાતી પૂજાએ સોશિયલ મીડિયા પર પોતાનો સિક્કો ચલાવ્યો છે. મુંબઈમાં 26 વર્ષથી રહીને આજે ઈન્સ્ટામાં 1.25 લાખ ફોલોઅર્સ ધરાવતી પૂજા જોશીને તો ખબર પણ ન હતી કે એમનો ચાહક વર્ગ આટલો બહોળા પ્રમાણમાં વધી જશે.
પૂજાએ પહેલા પોતાનું ઈન્સ્ટા આઈડી પ્રાઈવેટ રાખ્યું હતું. પરંતુ પછી મિત્ર વર્તુળના સલાહ પછી ઓપન આઈડી કર્યું અને ધમાલ મચી ગઈ. માત્ર 8 મહિનામાં જ 1.25 લાખ ફોલોઅર્સ સુધી પહોંચી ગઈ. હવે યુ-ટ્યુબ પર પણ પૂજાએ પા-પા પગલી કરી છે અને જોત જોતામાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે.
પ્રોફેશનમાં તેઓ પેરા મેડિકલ ફિલ્ડમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે ઈન્સ્ટા પર રીલ્સ બનાતી પોતાનું એક અલગ જ પ્રતિભા ઉભી કરી છે.
પૂજાની મોટા ભાગની રીલ્સ લોંગ હેર રિલેડેટ જ હોય છે. મોટી વાત તો એ છે કે પૂજાને વિદેશની એક બ્રાન્ડે પ્રોડક્ટના પ્રમોશન માટે ઓફર કરી છે અને હવે તે ટૂંક સમયમાં આ પ્રોડક્ટનું પ્રમોશન પણ કરશે. પહેલી જ વખતમાં વિદેશની બ્રાન્ડ સાથે કામ કરવાનો મોકો મળવો એ પણ કંઈ નાની વાત નથી.
પોતાના લાંબા અને ભરાવદાર વાળ વિશે પૂજા કહે છે કે મારા માતાએ ખૂબ મહેનત કરી છે. મે 11 માં ધોરણમાં વાળ કપાવી નાખ્યા પરંતુ પછી નાળિયેર તેલ નાખીને વાળ વધાર્યા અને આજે મારા વાળ એ મારું મુખ્ય આકર્ષણ છે અને મને કામ પણ મળી રહ્યું છે.
પૂજા કહે છે કે જો ભવિષ્યમાં કોઈ કેન્સર પીડિત માટે મારા વાળના દાનની જરૂર હશે તો હું ચોક્કસ પણે એ દિશામાં વિચારીશ. હાલમાં હિન્દી અને સાઉથમાં મારા માટે એક્ટિગં અને મોડેલિંગની વાત શરૂ છે. ઓફર્સ ઘણી આવી રહી છે. પરંતુ મારે મારા પ્રોફેસરના પ્રોફેશનને અને એક્ટિંગ ફિલ્ડ એમ બન્ને પ્રાયોરિટી આપવી છે.
મારા માટે બન્ને સરખા મહત્વના છે. મને સોશિયલ મીડિયામાં ટેક્નીકલી આટલી ખબર નહોતી પડતી. પરંતુ મારી બહેન અને મિત્રોના સપોર્ટથી આજે હું આ બધું કરી શકું છું. એટલા મારા પરિવાર અને મિત્રોની હું ખુબ આભારી છું.