જરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાદા સીધા સરળ છે પરંતુ તેમના કાર્યાલયના કેટલાક કર્મચારીના કારણે વિવાદ સર્જાતા રહે છે. અગાઉ તેમના કાર્યાલય માંથી સીધી ભરતીના કર્મચારીને વિવાદ સર્જાતા છૂટા કરી દેવા પડેલા હતા.
હવે જો સાચું હોય તો શરમજનક કહી શકાય તેઓ વધુ એક કિસ્સો સચિવાલયમાં ચર્ચાઇ રહેલ છે..
મુખ્યમંત્રી કાર્યાલયના ભરતીના એક કર્મચારીના અયોગ્ય અને ઉદ્ધત વર્તનને કારણે જોઇન્ટ સેક્રેટરી પદ્પર થી નિવૃત્ત થયા બાદ કોઈપણ મુખ્ય મંત્રી ની સરકાર હોય, છેલ્લાલગભગ 15 વર્ષ ઉપરાંત થી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા 1949 માં જન્મેલા અધિકારીનું અપમાન કરવામાં આવતા સચિવાલયના વર્તુળોમાં સોંપો પડી જવા પામેલ છે.
મુખ્યમંત્રીના કાર્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વાણી વર્તનમાં વિવેક જાળવે તેવી અપેક્ષા સમગ્ર સચિવાલય અને ગુજરાતી જનતા રાખતી હોય છે .તેના બદલે મુખ્યમંત્રી કાર્યાલયના જ ઊંચ અધિકારી સાથે ઉદ્ધત પૂર્વક વર્તન અને હિટલરશાહી માનસિકતાથી ક્રું રુ વર્તન કરવામાં આવે તો ભવિષ્યમાં સામાન્ય જનતાને પણ અપમાનજનક વર્તનનો ભોગ બનવું પડી શકે છે.
મૂળ વાત ઉપર આવીએ તો મુખ્યમંત્રીના ફેમિલી માટે કારની જરૂર છે તેથી 15 વર્ષ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય માં ફરજ બજાવતા અધિકારીને મુખ્યમંત્રીના કાર્યાલય ના ફરજ બજાવતા સીધી ભરતીના કર્મચારીએ જણાવેલ હતું.. ખરે ખર તો આવા સીધી ભરતીના કર્મચારીને મુખ્યમંત્રીના મતવિસ્તાર ની કામગીરી અને મર્યાદિત અને સરકાર નાં પ્રોટોકોલ ની મર્યાદા માં રહી ને રાજકીય બાબતોની કામગીરી મુખ્ય મંત્રી ની સ્પષ્ટ સૂચના પૂરતી જ સીમિત કામગીરી કરવા ની હૉય છે..
આમ છતાં સીધી ભરતીના કર્મચારીએ મુખ્યમંત્રી કાર્યના ઉચ્ચ અધિકારીને ફેમિલી માટે ની વ્યવસ્થા કરવા જણાવેલ. આ બાબત ઉચ્ચ અધિકારીએ પોતાની કામગીરીમાં નહીં આવતી હોવા છતાં તેમણે
કોર્પોરેશનમાં કારની વ્યવસ્થા કરવા માટે જણાવેલ. મોટાભાગના બોર્ડ તથા કોર્પોરેશન જે તે મંત્રી કે મુખ્યમંત્રીના કારેલા ની સૂચના અનુસાર કાર આપવા સાથે તમામ પ્રકારની સેવા કરતા હોય છે. ખરેખર પી આર ઓ ની આ કામગીરી હોય છે.
હવે આ અધિકારી કામના અને ફાઇલોના દબાણ કારણે કાર માટે ફોલોપ કરવાનું ભૂલી ગયા હતા . એથી સીધી ભરતીના કર્મચારી એ તેમની સાથે ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી તેમનું પાઉચ પણ ટેબલ પરથી ફેંકી દઈને અ શોભનીય ભાષા સાથે અશોભ નીય વર્તન કરેલ.
અને બીજી શંકાસ્પદ બાબત એ છે કે મુખ્યમંત્રી પોતે ધનવાન છે .તેમના કુટુંબ પાસે અંગત માલિકી ની લક્ઝરી ગાડીઓ છે જ .. એથી મુખ્યમંત્રી ફેમિલી માટે કાર મંગાવે તે બાબત જ શંકાસ્પદ છે..
જે હોય તે, પરંતુ અહીં મૂળ વાત એ છે કે મુખ્યમંત્રીના કાર્યાલયના સીધી ભરતીના કર્મચારી ઉચ્ચ અધિકારી સાથે આવું વર્તન કરે તે મુખ્યમંત્રીના કાર્યાલય માટે શો ભાષ પદ ગણાય નહીં.
બોર્ડ તથા કોર્પોરેશનના વાહનો સહિત બીજી સવલતો લેવાની પ્રણાલિકા વર્ષોથી છે. આજની રાજનીતિમાંઆ બંધ થઈ શકે તેમ પણ નથી..
ઘણા બધા આઈએએસ ગાડી ,બંગલા, અને પ્લેન ની ટિકિટ સહિત બીજી સવલતો માટે કોઈને કોઈ સરકારની પેટા કંપનીમાં મેમ્બર કે ડાયરેક્ટર બની જતા હોય છે અને પછી આથી આવી પેટા કંપનીઓમાં ખોટા ખર્ચાઓ નાખી દેતા હોય છે.. મુખ્યમંત્રીના કાર્યાલયના કર્મચારીને ગાડીની જરૂર પડી તો તેમણે જાતે જે તે કોર્પોરેશનમાં સૂચના આપવાની જરૂર હતી, ઉચ્ચ અધિકારીની ફરજમાં આ બાબત આવતી જ નથી..
અહીં તો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુબ વિનયી અને વિવેકી વર્તન માટે જાણીતા છે. ખટપટ કે સરકારી મશીનરી નાં ગેર ઊપયોગ થી દૂર રહેવામાં તેઓ માને છે .ખરેખર તો મુખ્યમંત્રી કાર્યાલય નો કર્મચારી હોશિયાર હોય તો સિંચાઈ વિભાગ ,નર્મદા વિભાગ કે પાણી પુરવઠા બોર્ડ જેવા અને માર્ગ મકાન વિભાગ જેવા વિ ભાગોમાં કામ કરતાં કોન્ટ્રાક્ટર ને કહે તો જોઈએ તેટલી લક્ઝરી કારની વ્યવસ્થા થઈ જતી હોય છે!! સરકારના તંત્રનું નામ પણ આવતું હો તું નથી. આમ આવી સામાન્ય બાબત માટે વિવાદ કવ રો તે નરી બાલીસતા જ ગણી શકાય.
વધુમાં જાણવા મળ્યા મુજબ જે ઉચ્ચ અધિકારીનું અપમાન સામાન્ય કર્મચારી દ્વારા થયું છે તે ઉચ્ચ અધિકારીએ પોતાને ફરજમાંથી મુક્ત કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવી દીધું છે..
મુખ્યમંત્રી કાર્યાલય સહિતના તમામ મંત્રીઓના કાર્યાલયમાં અને બંગલાઓમાં કામ કરતા સીધી ભરતીના કર્મચારીઓ તથા અધિકારીઓને પણ ત્રણ દિવસની તાલીમનું આયોજન કરી વાણી વર્તનમાં વિવેક કેમ રાખવો તેનો તાલીમ આપવાની જરૂર જણાય છે.
મુખ્યમંત્રી કાર્યાલયના સલાહકાર હસમુખભાઈ અઢિયા તાલીમ આપવામાં માસ્ટર છે .. ભૂલથી આઇએ એસ બની ગયા છે પણ મૂળ તો શિક્ષક જેવા છે!!!! તેઓ દ્વારા તાલીમ આપી શકાય છે..