એપલ ઈવેન્ટ 2026: iPhone 18 Pro અને પહેલા ફોલ્ડેબલ આઈફોનનું આજે લૉન્ચિંગ, જાણો ભારતમાં ક્યારે અને ક્યાં જોશો
દુનિયાભરના ટેક પ્રેમીઓ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. એપલ આજે 9 સપ્ટેમ્બર 2026 ના રોજ તેનો ગ્રાન્ડ લૉન્ચ ઈવેન્ટ ‘Surprise and Shine’ યોજવા જઈ રહ્યું છે. કૅલિફોર્નિયાના ક્યુપરટિનોમાં આવેલા સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે યોજાનારા આ ઈવેન્ટમાં આઈફોન સિરીઝ ઉપરાંત નવી વેરેબલ્સ ગેજેટ્સ રજૂ કરવામાં આવશે.
ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે ઈવેન્ટ?
સમય: ભારતીય સમય મુજબ આ ઈવેન્ટ આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.
લાઈવ સ્ટ્રીમિંગ: તમે આ ઈવેન્ટને એપલની સત્તાવાર વેબસાઈટ, એપલ ટીવી એપ (Apple TV App) અને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચાનલ પર લાઈવ જોઈ શકશો.

એપલ ઈવેન્ટ 2026ના મુખ્ય આકર્ષણો
એપલ આ વખતે માત્ર પ્રો મોડેલ્સ રજૂ કરી રહ્યું છે, જ્યારે સ્ટાન્ડર્ડ આઈફોન 18 આગામી વર્ષ 2027 ના પ્રારંભમાં આવી શકે છે.
- A20 Pro પ્રોસેસર: આ નવા પ્રો મોડેલ્સ 2nm પ્રોસેસર આધારિત A20 Pro ચિપસેટથી સજ્જ હશે, જે 15% ઝડપી અને 30% ઓછી બેટરી વપરાશ ધરાવે છે.
- 48MP ટ્રીપલ કેમેરા સેન્સર: મુખ્ય કેમેરા, અલ્ટ્રા-વાઈડ અને ટેલિફોટો એમ ત્રણેય સેન્સર 48MP ના આપવામાં આવ્યા છે.
- AI આસિસ્ટ કેમેરા: એડવાન્સ એઆઈ (AI) સેન્સર લાઇટિંગ અનુસાર લેન્સના ફિઝિકલ અપર્ચરને જાતે એડજસ્ટ કરશે.
કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ આઈફોન – iPhone Ultra
આ ઈવેન્ટનો સૌથી મોટો સરપ્રાઈઝ એપલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન હશે, જેને iPhone Ultra નામ આપવામાં આવી શકે છે. એપલે આ ફોલ્ડેબલ સ્ક્રીનની વચ્ચે પડતી ક્રીઝ (Crease) ને સંપૂર્ણપણે દૂર કરવા પર ખાસ કામ કર્યું છે.
Apple Watch Series 12 અને AirPods 5
હાર્ડવેર સેગમેન્ટમાં કંપની Apple Watch Series 12 લૉન્ચ કરશે જેમાં નવા હેલ્થ ટ્રેકિંગ સેન્સર્સ હશે. સાથે જ ઉત્કૃષ્ટ સાઉન્ડ ક્વોલિટી અને નોઈઝ કેન્સલેશન સાથે AirPods 5 પણ રજૂ કરવામાં આવશે.
લીક થઈ પ્રી-ઓર્ડર તારીખ: ભારતમાં ક્યારથી થશે બુકિંગ?
અહેવાલો અનુસાર, સામાન્ય રીતે શુક્રવારથી શરૂ થતા પ્રી-ઓર્ડરની સરખામણીએ આ વખતે કંપની 12 sસપ્ટેમ્બર 2026 (શનિવાર) થી પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી શકે છે. ભારતીય ગ્રાહકો માટે ૧૨ સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યાથી બુકિંગ વિન્ડો ખુલી શકે છે.





