Lifestyle News: બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે લોકો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં કિડનીની બિમારીના કેસ પણ વધી રહ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, જો સમયસર રોગની ઓળખ કરવામાં આવે અને તેની સારવાર શરૂ કરવામાં આવે તો દર્દીનું જીવન લાંબુ થઈ શકે છે. આ અંગે નેફ્રોલોજિસ્ટ ડો.અરવિંદ ચરણ મંગલે લોકોને મહત્વની સલાહ આપી છે.
ડૉ.અરવિંદ ચરણ મંગલ (MBBS, MD મેડિસિન, DNB નેફ્રોલોજી)એ જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલીમાં લોકો તેમના આહાર અને શરીર પર ખાસ ધ્યાન આપતા નથી. લોકોએ તેમની ઈચ્છા પ્રમાણે નહીં, પરંતુ તેમના સ્વાસ્થ્ય અનુસાર ખાવાની આદતો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે ખરાબ જીવનશૈલીના કારણે લોકો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો શિકાર બની રહ્યા છે અને લોકોમાં કિડની સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે.
આ કિડની ફેલ્યોરના પ્રારંભિક લક્ષણો છે…
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ડો. અરવિંદ ચરણ મંગલે જણાવ્યું કે મોટા ભાગના કેસમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે લોકોની 80 ટકા કિડની બગડી ગઈ હોય ત્યારે છેક તેમને ખબર પડે છે. કિડની ફેલ્યોરના પ્રારંભિક લક્ષણો પગમાં સોજો, નબળાઇ, શરીરમાં ખંજવાળ, ભૂખ ન લાગવી, ઉલ્ટી વગેરે જોવા મળે છે. જો કોઈ વ્યક્તિને આ લક્ષણો જોવા મળી રહ્યા હોય, તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.