ઋતુ ભલે બદલી પણ તમારું સ્વાસ્થ્ય નહીં બગડે, શિયાળામાં ન્યુટ્રિશનિસ્ટ જલ્પાના આ નુસ્ખાઓ ઘરે બેઠાં અવશ્ય અપનાવો!!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઋતુ બદલાતા જ હેલ્થની સમસ્યાઓ વધતી જાય છે. જેમાં લોકો શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ ઉપરાંત પ્રદુષણ પણ મહત્વનો ભાગ ભજવે છે અને તેનાથી બચવું ખુબ જ જરૂરી બની જાય છે. હેલ્થી લાઈફ સ્ટાઇલ જીવવા અને રોગોથી બચવા માટે દરેક વ્યક્તિએ ધ્યાનપૂર્વક ખાવાની આદતો અપનાવવી જોઈએ. જ્યારે ખરાબ આહાર બીમારી અને બિમારીનું જોખમ વધારી શકે છે, ત્યારે સંતુલિત અને હેલ્થી ડાયટ જીવનની ગુણવત્તામાં વધારો કરે છે.

ત્યારે આજે અમદાવાદના જાણીતા ન્યુટ્રિશનિસ્ટ જલ્પા ચુડગરે શિયાળાની સિઝનમાં રોગોથી દૂર રહેવાની વિવિધ નીન્જા ટેકનીક બતાવી છે. જલ્પાએ જણાવ્યું હતું કે, આવી શિયાળાની ઋતુમાં ઠંડી, તીખી કે તળેલી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. તથા ડાયટમાં વિટામિન સી મળી રહે એવો આહાર અને પ્રવાહી લેવું જોઈએ તથા વિટામિન સી મળી રહે તેવા ખાટા ફળો ઉપરાંત લીલા શાકભાજી ખાવા જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ જલ્પાનું એવું કહેવું છે કે, લોકો ઘરેલુ ઉપાય અપનાવીને જ બીમારીથી બચી શકે છે.

અહીંયા કેટલાક ઘરેલુ ઉપાયો છે બીમારીથી બચવાના..

1) મીઠાના પાણીના કોગળા કરવા

ઋતુ બદલાવાના કારણે ગળું ખરાબ થવું, ગળાનું ઇન્ફેક્શન થવું, ગળામાં દુખાવો થવો એવા સમયે તમે રોજ હૂંફાળા ગરમ પાણીમાં મીઠું નાખીને દિવસમાં બેથી ત્રણ વખત કોગળા કરો. જેનાથી બેકટેરિયા પણ મરી જશે અને તમને ગળામાં રાહત પણ મળશે.

2) હળદરવાળું દૂધ

રાત્રે સૂતા પહેલા હૂંફાળું હળદરવાળું દૂધ પીવું. હળદરમાં એન્ટૂબેક્ટેરિયલ ગુણો રહેલા છે જે શરદી અને ઉધરસને મટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, હળદર હીલિંગ ગુણધર્મોથી ભરપૂર છે જેનું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને સુધારે છે અને પછી તમને રોગો સામે લડવામાં મદદ કરે છે.

3) તુલસીના પાન

તુલસીના પાનનો ઉકાળો તમે લઇ શકો છો. આ ઉકાળામાં સુંઠ, હળદર, એક ચપટી મીઠું અને કાળા મરી ઉમેરી શકો છો. પૌરાણિક સમયમાં જ નહીં, પરંતુ હાલમાં પણ તુલસીને એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-મેલેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસી ખાવી ખૂબ જ ફાયદાકારક છે.

4) સ્ટીમ લેવી

સ્ટીમ લેવાથી મોં, નાક, ગળું અને ફેફસા સાફ થાય છે. આનાથી બંધ નાક અને ફેફસામાં જમા થયેલ કફ અને ગંદકી બહાર આવે છે. રાત્રે સૂતા પહેલા સ્ટીમ લેવાથી ધણો ફાયદો થાય છે. ચહેરા પર સ્ટીમ લેવાના અદભૂત ફાયદા છે, ચહેરા પર નિયમિત સ્ટીમ લેવાથી ગંદકી અને મૃત ત્વચા દૂર થાય છે.

મોહમ્મદ શમી પ્રતિષ્ઠિત Arjuna Award મેળવવાની રેસમાં, BCCIએ સરકારને શમી માટે ખાસ કરી ભલામણ

‘હું કોઈની પત્ની છું…’, અભિનેત્રીએ નો કિસિંગ પોલિસી પર બધાને ચોંકાવી દીધા, ઈન્ટીમેટ સીન હોય તો ઘસીને ના જ પાડી દે

રોડ ટ્રિપ્સ માટે ભારતમાં છેે સૌથી આકર્ષક જગ્યા, વિદેેશમાં ધક્કો ખાવાની જરૂર નથી! જાણો કઈ કઈ

તો તમે પણ આ ઘરેલુ નુસખાઓનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહી શકો છો, તો તમને પણ હેલ્થને લગતી મૂંઝવણ હોય તો તેમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.


Share this Article