કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાના વધુ એક વેરિએન્ટ (વેરિયન્ટ આઈએચયુ)ની ભાળ મેળવી છે. મળતી માહિતી મુજબ વેરિયન્ટ આઈએચયુ૪૬ વાર સ્વરૂપ બદલી ચૂક્યો છે. કહેવાય છે કે તે મૂળ કોવિડ વાયરસની સરખામણીએ વધુ ચેપી અને રસીને ચકમો આપનારો હોઈ શકે છે. ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ વેરિયન્ટ આઈએચયુની શોધ ફ્રાન્સમાં થઈ છે.
ફ્રાન્સના મારસૈલ (વેરિયન્ટ આઈએચયુમારસૈલ) માં નવા વેરિએન્ટના ૧૨ કેસ સામે આવ્યા છે. આ કેસ એવા લોકોમાં જાેવા મળ્યા છે જે આફ્રિકી દેશ કેમરૂનથી પાછા ફર્યા હતા. હાલ જાે કે વેરિયન્ટ આઈએચયુકેટલો ઘાતક અને ચેપી હશે તે સ્પષ્ટ નથી.કારણ કે ફ્રાન્સમાં અત્યારે તો ઓમિક્રોન વેરિએન્ટનો કહેર છે. કોરોનાના જે કેસ નોંધાય છે તેમાંથી ૬૦ ટકા ઓમિક્રોનના છે. આ વેરિએન્ટને મેડિટરેન્સ ઈન્પેક્સન ફાઉન્ડેસનએ ૧૦ ડિસેમ્બરના રોજ શોધ્યો હતો.
રાહતની વાત એ છે કે હાલ વેરિયન્ટ આઈએચયુઝડપથી ફેલાઈ રહ્યો નથી. હજુ એ જાેવાનું બાકી છે કે શું અન્ય દેશોમાં પણ વેરિયન્ટ આઈએચયુપહોંચ્યો છે કે નહીં. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ વેરિએન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશનનું લેબલ આપીને આગળ તપાસ કરશે. વેરિયન્ટ આઈએચયુને બી.૧.૬૪૦.૨ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે તે બી.૧.૬૪૦ થી અલગ છે જે સપ્ટેમ્બરમાં કોંગોમાં મળ્યો હતો.
નવા વેરિએન્ટની શોધ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર ફિલિપ કોલસને કહ્યું કે ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે તે ઈ૪૮૪કેમ્યૂટેશનથી બનેલો છે જે તેને રસી સામે વધુ સક્ષમ બનાવે છે. એટલે કે તેના પર રસીનો પ્રભાવ થાય તે ચાન્સ ઓછા છે. વેરિયન્ટ આઈએચયુઅગાઉ ઓમિક્રોન વેરિએન્ટ મળ્યો હતો. આફ્રિકાથી આ વેરિએન્ટ અનેક દેશમાં પહોંચ્યો છે.
જેમાં ભારત પણ સામેલ છે. તે ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક તો નથી કહેવાતો પરંતુ તે તેની સરખામણીએ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ઓમક્રોનના કુલ કેસ વધીને ૧૮૯૨ થઈ ગયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોધાયા છે જ્યાં ક્રમશઃ ૫૬૮ અને ૩૮૨ કેસ છે. ઓમિક્રોનના ૧૮૯૨માંથી ૭૬૬ દર્દીઓ રિકવર થઈ ગયા છે.