WhatsApp New Feature : લાખો લોકો દરરોજ વોટ્સએપનો ઉપયોગ કરે છે. તેમની સુવિધા માટે, કંપની નિયમિતપણે નવા ફીચર્સ લાવે છે. ક્યારેક આ ફિચર્સ યૂઝર્સની સુરક્ષા સાથે જોડાયેલા હોય છે, તો ક્યારેક અપડેટ્સ તેમની સુવિધા માટે આવે છે. હવે એક નવા અપડેટમાં વોટ્સએપ યૂઝર્સને ઈન-એપ ડાયલર મળવા જઈ રહ્યું છે. આનાથી યૂઝર્સ એપથી જ ફોન કોલ કરી શકશે. આનાથી તેમની ઘણી સમસ્યાઓ હલ થવા જઈ રહી છે. કંપની આ ફીચરને iOS બીટા યૂઝર્સ સાથે ટેસ્ટ કરી રહી છે.
આ સુવિધાથી શું ફાયદો થશે?
અત્યાર સુધી વોટ્સઅપ દ્વારા કોઇને કોલ કરવા માટે તમારે તેનો નંબર સેવ કરવો પડે છે. ડાયલર ફીચર આવ્યા બાદ તમને આ ગડબડીથી છુટકારો મળી જશે. યૂઝર્સ અંકીય ડાયલર પર કોઈ પણ નંબર ડાયલ કરી શકશે અને તેની સાથે વાત કરી શકશે. આ ઈન્ટરનેટ આધારિત કોલ હશે. એટલે કે હવે વોટ્સએપ પર ઓડિયો કોલ કરવા માટે કોઇનો નંબર સેવ કરવાની જરૂરિયાત ખતમ થઇ જશે. સૌથી પહેલા આ ફિચર આઇફોન યૂઝર્સ માટે આવશે અને ધીમે ધીમે તમામ યૂઝર્સને તેનો ફાયદો મળશે.
ફોન ડાયલર પરની નિર્ભરતા ઓછી થઈ જશે
આ ફીચર આવ્યા બાદ ફોન ડાયલર પર લોકોની નિર્ભરતા ઓછી થઇ જશે. આનાથી વોટ્સએપને પણ ફાયદો થશે અને લોકો પહેલા કરતા વધારે સમય તેની એપ પર વિતાવશે. વોટ્સએપે ફોન કોલિંગ ઘટાડી દીધું છે અને નવા ફીચર બાદ લોકો સીધા વોટ્સએપના માધ્યમથી કોલ કરશે. જો કે આ માટે કોલ રિસીવરના ફોનમાં વોટ્સએપ હોવું જરૂરી રહેશે.
Badshah:બાદશાહ પોતાના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા ભરવો પડ્યો દંડ, જાણો સમગ્ર મામલો
ગુજરાત પોલીસે AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાની અટકાયત કરી, સરેન્ડર કરવા જઈ રહ્યા હતા
સોના-ચાંદીમાં મોટો ઘડાટો, જ્વેલરી ખરીદવી એકદમ સસ્તી થઈ, જાણી લો એક તોલાના નવા ભાવ
વોટ્સએપે વીડિયોની ગુણવત્તામાં સુધારો કર્યો છે
નવા ફીચર્સની યાદીમાં વોટ્સએપે હાલમાં જ વધુ એક અપડેટ જાહેર કર્યું છે, જેમાં વીડિયો ક્વોલિટીમાં સુધારો થયો છે. હવે જો તમે તમારા મોબાઇલ કે ડેસ્કટોપ એપ પરથી વીડિયો કોલ કરો છો તો વીડિયોની ક્વોલિટીમાં સુધારો થયો છે. આ સાથે વીડિયો કોલ માટે ઘણી નવી ઇફેક્ટ્સ પણ ઉમેરવામાં આવી છે.