બાપ રે બાપ, જબરી શોખીન! કિયારા અડવાણીના ગેરેજમાં જોડાઈ અદ્ભૂત નવી લક્ઝરી કાર, કિંમત પણ કરોડોમાં

Desk Editor
By Desk Editor
Share this Article

Bollywood news : બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન બાદથી જ ચર્ચામાં છે. જોકે, અભિનેત્રી પોતાના કામના સ્થળે પરત ફરી છે. કિયારા ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. આ દરમિયાન કિયારાએ પોતાના ગેરેજમાં એક નવી કાર ઉમેરી છે. હાલમાં જ આ અભિનેત્રી પોતાની નવી કાર સાથે જોવા મળી  હતી.

વાસ્તવમાં કિયારા અડવાણીએ બ્લેક કલરની ચમકતી મર્સિડીઝ મેબાચ ખરીદી છે. પોતાની નવી કારમાં તે ડબિંગ સ્ટુડિયોની બહાર પણ જોવા મળી હતી. અહીં તે પોતાની નવી કારમાં પોતાની અપકમિંગ ફિલ્મને ડબ કરવા માટે પહોંચી હતી. હવે જ્યારે કારની વાત કરવામાં આવે તો કારની કિંમત વિશે પણ વાત કરવી જરૂરી છે. બ્લેક મર્સિડિઝ મેબેકની આ કારની કિંમત લગભગ 2.70 કરોડ જણાવવામાં આવી રહી છે. તે એક લક્ઝરી કાર છે.

કિયારા પોતાની કારમાં ડબિંગ સ્ટુડિયો પહોંચી 

કિયારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે પોતાની કારમાં બેસીને ડબિંગ સ્ટુડિયો પહોંચી હતી.આ દરમિયાન તે સફેદ ટોપ, સફેદ ચપ્પલ અને પ્રિન્ટેડ શર્ટ પેન્ટ પહેરેલી જોવા મળી હતી.અભિનેત્રી તેની કારમાંથી બહાર નીકળી અને પાપારાઝી માટે પોઝ આપ્યો.જોકે લોકોનું ધ્યાન તેની કાર કરતાં સિદ્ધાર્થ પર વધુ હતું.ફેન્સ કોમેન્ટ દ્વારા પૂછી રહ્યા હતા કે સિદ્ધાર્થ મલ્હોત્રા ક્યાં છે.

 

IPL ફાઈનલ: 5 ખેલાડીઓ કે જેમણે CSK ટીમને ચેમ્પિયન બનાવી, 4 એ 180+ ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જાણો અંદરની વાત

કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે મોટો ડખો થઈ ગયો, અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર લાગે એ પહેલાં જ વિવાદ

 કિયારા પોતાની નવી લાઈફથી ઘણી ખુશ છે.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 2021માં બાયોપિક શેરશાહમાં સાથે કામ કર્યું હતું. આ દંપતીએ તેમના લગ્ન પહેલા તેમના સંબંધો વિશે ક્યારેય ખુલ્લેઆમ વાત કરી ન હતી. બંનેએ લગ્ન બાદ જ પોતાના સંબંધો પર મહોર મારી દીધી હતી. જોકે લગ્ન બાદ કિયારા પોતાની નવી લાઈફથી ઘણી ખુશ છે. કિયારા લગ્ન બાદ આવેલા બદલાવને એન્જોય કરી રહી છે. સિડ અને કિયારાની જોડી તેમના ફેન્સને ખૂબ પસંદ આવે છે.

 

 

 


Share this Article