હવામાન વિભાગની ઘાતક આગાહીથી ફફડાટ, ગુજરાત પર ત્રાટકવાનું છે મોટું વાવાઝોડું? વરસાદને લઈ આવા છે સમાચાર

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ઉભી થયેલા સાઈક્લોનિક સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગે આજે આગાહી કરવામાં આવી શકે છે. સોમવારે હવામાન વિભાગે લો-પ્રેશર બન્યા બાદ વાવાઝોડાની સંભાવના વિષે વાત કરી હતી.  આ સિવાય ગુજરાત રાજ્યમાં હવામાન સૂકું રહેશે તેમ જણાવ્યું છે.  હવામાન વિષે આગાહી કરતા અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહે તેવી સંભાવનાઓ છે.

ગુજરાતમાં આજથી ચાર દિવસ હવામાન સુકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ વાવાઝોડાની સંભાવના દેખાઈ રહી છે,  આ હવામાન વિભાગના ડૉ. મોહંતીએ સોમવારે બપોરે કરેલી આગાહીમાં જણાવ્યું છે, અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, જે મંગળવારે લો પ્રેશર બનશે, અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે.

રાજ્યમાં ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે, જેના લીધે સતત તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. રવિવારના રોજ અમદાવાદ સહીત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ફરી મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો.

 

આજથી 5 દિવસ સાવધાન ગુજરાતીઓ, રેઈનકોર્ટ પહેરીને જ બહાર નીકળજો, મેઘો મુશળધાર મંડાશે, જાણો નવી આગાહી

ટ્રેન દુર્ઘટનામાં રેલવેનો સૌથી મોટો અને સારો નિર્ણય, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે પુરેપુરુ વળતર

VIDEO: ત્રિપલ ટ્રેન અકસ્માતના 51 કલાક બાદ ટ્રેક પર દોડી પહેલી ટ્રેન, રેલવે મંત્રીએ હાથ જોડીને વિદાય આપી

રાજ્યની ગરમી અંગે વાત કરતા અમદાવાદના હવામાન વિભાગના  ડિરેક્ટરે જણાવ્યું  કે હાલ રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ ઓછી છે, તેમાં  1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આવતા દિવસોમાં ગરમીમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભેજના લીધે બનેલી લોકલ કન્વેક્ટિવિટીની અસરના કારણે તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન હતું તેથી રાજ્યમાં વરસાદ થયો હતો.

 


Share this Article