નાનકડા બ્રેક બાદ ફરીથી આ તારીખે ગુજરાતનો વારો, વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Monsoon forecast : રાજ્યમાં હાલ ચોમાસું થોડું હળવું થયું છે. જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ થોડું ઓછું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ જ રહેશે, નોંધનીય છે કે, રાજ્યમાં સારા વરસાદને પગલે સોમવારે, 3 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે.


Share this Article