મેઘરાજાની સવારી ફરીથી ગુજરાતને આંટી લેશે, અમદાવાદ-સૌરાષ્ટ્રથી લઈને આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Meteorological department’s rain forecast : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો રીતસરનો મેઘકહેર તૂટી પડતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રાજ્યના અમુક વિસ્તારોમાં પણ મેઘકહેર દેખાઈ આવે છે. રાજ્યમાં બીજા રાઉન્ડના વરસાદ દરમિયાન તેનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની શકયતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

વરસાદે 574 લોકોનો જીવ લીધો

તેમણે આગળ જણાવ્યું છે કે, 16થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ આવી શકે છે.

rain

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાંભારે વરસાદ થઇ શકે છે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની સંભાવના છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.

flood

LPG સિલિન્ડર તમને આશા નહીં હોય એટલો સસ્તો થઈ જશે, માત્ર ને માત્ર 155 રૂપિયા કિમત નકકી કરવામા આવી, જાણો ફટાફટ

Portable Water Bottle Rules: બોટલમાં પેક્ડ પાણી પીનારાઓ માટે મોટા સમાચાર, સરકારે નિયમોમાં ફેરફાર કર્યો; આ તારીખથી લાગુ થશે

વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. અતિભારે વરસાદના લીધે નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના કારણે દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓની જળ સપાટીમાં પણ વધારો થશે.

 


Share this Article